આજે IPL 2025ની ફાઇનલ મેચ છે. આજે ફાઇનલ કોણ જીતશે એ જાણવાની સૌની ઈચ્છા છે. IPL 2025ની ફાઈનલ મેચ રમાય એ પહેલા કોણ જીતશે એ અંગે અનેક ભવિષ્યવાણી થઈ રહી છે. વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કે પ્રીતિ ઝિન્ટાની પંજાબ કિંગ્સ આ વર્ષે IPL ટ્રોફી જીતશે તે ફાઈનલ બાદ જ નક્કી થશે. બંને ટીમો પોતાના શાનદાર પ્રદર્શનથી ફાઇનલમાં પહોંચી છે. IPL 2025ની ફાઇનલ માટે ઘણી આગાહીઓ કરવામાં આવી રહી છે. બોલીવુડ વિશ્લેષક અને અભિનેતા KRKએ રેકોર્ડ સાથે જણાવ્યું છે કે વિરાટ કોહલીની ટીમ હારી શકે છે.

KRKએ કોણ જીતશે એ અંગે કરી આ પોસ્ટ

KRK સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપે છે. KRK મનોરંજનથી લઈને રાજકારણ કે રમતગમત સુધીની દરેક બાબતમાં પોસ્ટ શેર કરે છે. હવે તેણે IPL વિશે એક ભવિષ્યવાણી કરી છે.

https://twitter.com/kamaalrkhan/status/1929430461409112311

શું વિરાટની RCB હારશે?

KRKએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે 'RCB અને PBKS બંને ટીમો ક્યારેય IPL ટ્રોફી જીતી શકી નથી. બંને ટીમોએ આખી ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું છે પરંતુ RCBને 2009, 2011, 2016ની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આનો અર્થ એ થયો કે તેઓ ફાઇનલમાં સારું રમી શક્યા નથી. જ્યારે પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયરે ગયા વર્ષે KKR માટે ટ્રોફી જીતી હતી. તો હું કહીશ કે RCBની જીતની શક્યતા 49% છે અને પંજાબની જીતની શક્યતા 51% છે!'

https://twitter.com/kamaalrkhan/status/1929441277650559094

KRKએ વધુમાં શ્રેયસ ઐયરના વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, ક્રિકેટર શ્રેયસ ઐયરને પંજાબ ફ્રેન્ચાઈજીને 26.75 કરોડમાં ખરીદ્યો છે જો તે આ ટ્રોફી જીતે છે તો તેની કિંમત 40 કરોડ થઈ જશે. સાથે જ KRKની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક ફેન્સે લખ્યું હતું કે, બંને ટીમો સારી રમી રહી છે. ત્યારે હવે કોણ મેચ જીતશે એ આગામી સમય જ બતાવશે.