- અભિનેત્રી ખુશ્બુ સુંદરે કર્યો મોટો ખુલાસો
- અભિનેત્રીના એક નિવેદનથી લોકો ચોંકી ગયા
- 8 વર્ષની ઉંમરે સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો
અભિનેત્રીથી રાજકારણી સુધીની સફર કરી ચૂકેલી ખુશ્બુ સુંદર ઘણીવાર ચર્ચાનો હિસ્સો બની રહે છે. તાજેતરમાં જ ખુશ્બુ સુંદર રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય બન્યા છે. ફરી એકવાર ખુશ્બૂ સુંદરનું નામ ચર્ચામાં છે અને તેની પાછળનું કારણ છે તેમનો મોટો ખુલાસો. ખુશ્બુ સુંદરે પોતાના એક નિવેદનથી બધાને ચોંકાવી દીધા છે. અભિનેત્રીએ તેમના પિતા પર ગંભીર આરોપ લગાવ્યા છે.
ખુશ્બુ સુંદરે દાવો કર્યો છે કે જ્યારે તે માત્ર 8 વર્ષની હતી ત્યારે તેના પિતાએ તેનું યૌન શોષણ કર્યું હતું. એક્ટ્રેસના આ ખુલાસા બાદ દરેક લોકો દંગ રહી ગયા છે. હકીકતમાં, તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન ખુશ્બુએ કહ્યું, તેમને લાગે છે કે જ્યારે બાળક સાથે દુર્વ્યવહાર થાય છે, ત્યારે તે બાળકને જીવનભર ડાઘ આપે છે અને તે છોકરી અથવા છોકરા વિશે નથી. તેની માતા ખરાબ લગ્નમાંથી પસાર થઈ હતી.
ખુશ્બુ સુંદરે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું હતું કે, એક વ્યક્તિ જે કદાચ વિચારે છે કે તેની પત્નીને મારવી, તેના બાળકોને મારવા, તેની એકમાત્ર પુત્રીનું જાતીય શોષણ કરવું એ તેનો જન્મસિદ્ધ અધિકાર છે. જ્યારે હું માત્ર 8 વર્ષની હતી ત્યારે મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને જ્યારે હું 15 વર્ષની હતી ત્યારે મારામાં તેમની સામે બોલવાની હિંમત હતી. પોતાની વાતને આગળ વધારતા, અભિનેત્રીએ કહ્યું કે તેની માતાએ એવું વાતાવરણ જોયું છે જ્યાં ભલે ગમે તે થાય, તેણીએ 'મારા પતિ મારા ભગવાન છે' એવો વિચાર કર્યો હતો. 15 વર્ષની ઉંમરે ખુશ્બુએ વિચાર્યું હતું કે હવે તે તેની સામે વિદ્રોહ કરશે.
અભિનેત્રીએ વધુમાં કહ્યું કે જ્યારે તેના પિતાએ તેને છોડી દીધી ત્યારે તે 16 વર્ષની પણ નહોતી અને તેને ખ્યાલ નહોતો કે હવે ભોજન ક્યાંથી આવશે. પોતાના બાળપણના અંધકારમય દિવસોને યાદ કરતા ખુશ્બુ સુંદરે કહ્યું કે તેનું બાળપણ ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ તેણે હિંમતથી તમામ મુશ્કેલીઓનો સામનો કર્યો. ખુશ્બુ સુંદરે ફિલ્મ ધ બર્નિંગ ટ્રેનથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેઓ 2010માં રાજકારણમાં જોડાયા હતા.