- મુંબઈ અને ચેન્નઈમાં ફેન્સે ઢોલ-નગારા વગાડ્યા
- પોસ્ટર અને કટઆઉટ પાસે સેલ્ફિ ક્લિક કરી
- ભીડને ધ્યાને લેતા પોલીસ બંદોબસ્ત લાગુ કરાયો
થલાપથી વિજયની મોસ્ટ અવેટેડ તમિલ એક્શન થ્રિલર ફિલ્મ 'લિયો' 19 ઓક્ટોબર રિલીઝ થઈ છે. ફિલ્મને લઈને લોકોનો ઉત્સાહ ચરમસીમા પર છે. પ્રથમ દિવસે ફિલ્મ જોવા માટે સવારથી જ થિયેટરમાં ચાહકોની ભીડ જામવા લાગી છે. ઘણા ચાહકો ઉજવણી કરતા પણ જોવા મળે છે. કેટલાક ફેન્સે એના પોસ્ટર સાથે સેલ્ફિ ક્લિક કરી હતી. તો તિરૂવનંતપૂરમમાં થિએટર્સની એન્ટ્રી પાસે મોટા પોસ્ટર લગાવી દેવાયા હતા.
ફિલ્મને લઈને સેલિબ્રેશન શરૂ
વિજય (થલપથી વિજય)ના ચાહકો 'લિયો'ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ ફિલ્મ 19 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થતાં જ ચાહકોએ ઉજવણી શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં ચાહકો ખુશીથી ડાન્સ કરતા અને ફિલ્મની રિલીઝની ઉજવણી કરતા જોવા મળે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તેને જોવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ચાહકો સિનેમાઘરોમાં ઉમટી પડ્યા હતા.
ડાન્સ કરીને કર્યું સેલિબ્રેશન
કેરળ અને ચેન્નઈ સહિત અનેક સ્થળોએ સિનેમાઘરોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. સવારના શોમાં થિયેટર પ્રેક્ષકોથી ભરેલા જોવા મળે છે. કેટલાક લોકો ડાન્સ કરીને ફિલ્મની રિલીઝની ખુશી મનાવી રહ્યા છે. કેરળના શ્રીપદ્મનાભ થિયેટરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે થિયેટરની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને ડાન્સ કરીને ફિલ્મની રિલીઝની ઉજવણી કરી રહ્યા છે. ચેન્નાઈમાં ક્રોમપેટના વેટ્રી થિયેટરની બહારથી પણ આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં થાલાપતિ વિજયની ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
એડવાન્સ બૂકિંગનો પણ રેકોર્ડ
માનવામાં આવે છે કે, હવે વિજય થાલાપતિની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. ફિલ્મે રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગમાં ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા. ફિલ્મના પ્રથમ દિવસ માટે લગભગ 25 લાખ ટિકિટ બુક કરવામાં આવી છે. 'લિયો'નું નિર્દેશન લોકેશ કનાગરાજે કર્યું છે જ્યારે ફિલ્મનું નિર્માણ સેવન સ્ક્રીન સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે. લીઓ ફિલ્મમાં વિજય ચંદ્રશેખર ઉપરાંત સંજય દત્ત, પ્રિયા આનંદ, ત્રિશા કૃષ્ણન અને ગૌતમ વાસુદેવ મેનન મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. આ ફિલ્મ તમિલ ઉપરાંત તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દી ભાષાઓમાં રિલીઝ થઈ છે.









