'મેડૉક ફિલ્મ્સ' ફરીવાર પોતાના દર્શકો માટે લાવી રહ્યુ છે રસપ્રદ કહાનીઓનો ખજાનો. આ વખતે તેમની સ્ટારકાસ્ટમાં અગસ્ત્ય નંદા અને અક્ષય કુમારની ભત્રીજી સિમર ભાટિયા જોવા મળશે. હાલમાં જ 'ઇક્કીસ' નામની ફિલ્મનું ટાઇટલ લોન્ચ કરવામાં આવ્યુ હતુ. જે દરમિયાન ફિલ્મની કહાની પણ સંભળાવવામાં આવી હતી. અગસ્ત્ય નંદાની આ પ્રથમ ફિલ્મ છે જે થિયેટરમાં રિલીઝ થશે. અગાઉ તેઓએ ઝોયા અખ્તરની ફિલ્મથી OTT ડેબ્યુ કર્યુ હતુ. તો સિમર ભાટિયા પણ અભિનય ક્ષેત્રે પોતાની શરૂઆત કરશે.

'ઇક્કીસ' નામની ફિલ્મમાં લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલની કહાની

'ઇક્કીસ'ની કહાની 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયેલા લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલના જીવન પર આધારિત છે. જેમાં મુખ્ય ભૂમિકામાં અગસ્ત્ય નંદા જોવા મળશે. આ ફિલ્મનું નામ 'ઇક્કીસ' એટલા માટે રાખવામાં આવ્યુ છે. કારણ કે જ્યારે અરુણ ખેત્રપાલ શહીદ થયા ત્યારે તેમની ઉંમર માત્ર 21 વર્ષ જ હતી. ભારત સરકારે તેમની બહાદુરી માટે તેમને પરમ વીર ચક્રથી પણ સન્માનિત કર્યા હતા. પરંતુ અફસોસની વાત એ છે કે કોઇપણ તેમની કહાની જાણતુ નથી. તેથી ફિલ્મી પરદે લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલની જીવન કથા દર્શાવવામાં આવશે.

ધર્મેન્દ્ર, જયદીપ અહલાવત પણ જોવા મળશે ફિલ્મમાં

'મેડૉક ફિલ્મ્સ'ની સ્કાઇ ફોર્સ ફિલ્મ પણ દર્શકોને પસંદ આવી હતી. બોલીવુડની દેશભક્તિ પર આધારિત ફિલ્મોએ હમેંશા દર્શકોને ખુશ કર્યા છે. ત્યારે શેરશાહ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર અઢળક કમાણી કરી હતી. અને હવે ફરી 'ઇક્કીસ' નામની ફિલ્મ દેશભક્તિનો માહોલ બનાવશે. ફિલ્મમાં અગસ્ત્ય નંદા સાથે ધર્મેન્દ્ર અને જયદીપ અહલાવત પણ જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન શ્રીરામ રાઘવન કરશે. થિયેટરોમાં આ ફિલ્મ બીજી ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. 
  • Follow us on: