- 17 વર્ષ પછી રણબીર કપૂર સંજય લીલા ભણસાલીની ફિલ્મ કરશે
- રણબીરે સંજય લીલા ભણસાલીની સાંવરિયાથી કર્યું હતું ડેબ્યૂ
- રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ લીડ રોલમાં
રણબીર કપૂર તાજેતરમાં પોતાની ફિલ્મ એનિમલની સક્સેસ એન્જોય કરી રહ્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી લીધી છે અને હવે OTT પર પણ ધમાલ મચાવી રહી છે. રણબીરે પોતાની ડેબ્યૂ ફિલ્મ સાંવરિયામાં સંજય લીલા ભણસાલી સાથે કામ કર્યું હતું અને હવે 17 વર્ષ પછી તે ફરીથી તેમની સાથે કામ કરવા જઈ રહ્યો છે. સંજય લીલા ભણસાલીએ હાલમાં જ પોતાની ફિલ્મ આગામી ફિલ્મ લવ એન્ડ વોરની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ લીડ રોલમાં જોવા મળશે. રણબીર બીજી વખત સંજય લીલા ભણસાલી સાથે કામ કરવા જઈ રહ્યો છે અને આ વખતે તેણે ભણસાલીને પોતાની શરતો પણ જણાવી દીધી છે.
ત્રણ શરતો પર મેકર્સ થયા સહમત
રિપોર્ટ મુજબ, રણબીરે સંજય લીલા ભણસાલી સમક્ષ ત્રણ શરતો મૂકી છે. જેમાંથી એક શરત છે કે ફિલ્મનું શૂટિંગ નિર્ધારિત સમયમાં પૂર્ણ થવું જોઈએ. કારણ કે લવ એન્ડ વોર પછી પણ તેની પાસે ઘણા પ્રોજેક્ટ છે. રણબીરની આ શરત મેકર્સે સ્વીકારી છે અને કહ્યું છે કે શૂટિંગ નવેમ્બર 2024માં શરૂ થશે અને જુલાઈ 2025માં ખતમ થઈ જશે.
શૂટિંગનો નિશ્ચિત સમય
રણબીરની બીજી શરત એ છે કે શૂટિંગનો સમય કે કલાકો ફિક્સ હોવા જોઈએ. સાંવરિયાના સમયમાં રણબીર શૂટિંગના સમયને લઈને ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. તે નથી ઇચ્છતો કે આવું ફરીથી થાય. ત્રીજી શરત એ હતી કે દરેક ડીપાર્ટમેન્ટમાં ડિસિપ્લિન હોય.
આલિયાને કારણે કરી ફિલ્મ સાઇન
રિપોર્ટ્સનું માનીએ તો રણબીર કપૂર અને સંજય લીલા ભણસાલી આલિયા ભટ્ટના કારણે એક સાથે આવ્યા છે. આલિયાએ કહ્યું હતું કે બંનેએ સામસામે બેસીને પોતાની તમામ શરતો મિટિંગમાં અગાઉથી જ જણાવી દે. તમને જણાવી દઈએ કે લવ એન્ડ વોર ક્રિસમસ 2025 પર રિલીઝ થશે. વિકી કૌશલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ફિલ્મ વિશે માહિતી આપી હતી. પોસ્ટ શેર કરતા તેણે લખ્યું - 'સિનેમાનું એક સપનું સાકાર થયું છે.'