• બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત 57 વર્ષની થઈ
  • માધુરી દીક્ષિતની ફિલ્મ 'હમ આપકે હૈ કોન?' આજે પણ ફેન્સના દિલમાં
  • અભિનેત્રીએ અનેક ફિલ્મોથી કમાલ અને ધમાલ મચાવીને પોતાની ઓળખ બનાવી

બોલીવુડમાં ધક ધક ગર્લના નામથી જાણીતી થયેલી અભિનેત્રી માધુરી દીક્ષિતનો આજે જન્મદિવસ છે તેણીએ 56 વર્ષ પૂર્ણ કર્યા છે અને 57માં વર્ષમાં પ્રવેશ કર્યો છે છતાં પણ એકદમ હોટ અને સુંદર લાગે છે. માધુરી દીક્ષિતની ફેન્સ પણ તેને ખૂબ દ પસંદ કરે છે ત્યારે જાણી લો અભિનેત્રીની ફિલ્મોમાંથી ખાસ 10 ફિલ્મો જેમાં તેણે કમાલ અને ધમાલ મચાવીને પોતાની ઓળખ બનાવી હોય.

પ્રહારઃ ધ ફાઈનલ અટેક

વર્ષ 1991માં નાના પાટેકરના નિર્દેશનમાં એક ફિલ્મ આવી 'પ્રહારઃ ધ ફાઈનલ અટેક' ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં માધુરી દીક્ષિત સિવાય મકરંદ દેશપાંડે, નાના પાટેકર, ડિંપલ કાપડિયા અને ગૌતમ જોગલેકર જોવા મળ્યા હતા. આ ફિલ્મ માધુરીની શરૂઆતી ફિલ્મોમાંથી એક છે. નાના પાટેકરની પ્રેમિકા અને મંગેતરના નાના પાત્રમાં માધુરીએ ખૂબ જ સુંદરતાથી અભિનય કર્યો હતો.

સાજન

વર્ષ 1991માં આવેલી ફિલ્મ સાજનનું ડાયરેક્શન લોરેન્સ ડિસૂઝાએ કર્યું છે. ફિલ્મમાં માધુરીની સાથે સલમાન અને સંજય દત્ત જોવા મળ્યા હતા. પૂજાના પાત્રમાં માધુરીએ ખૂબ જ શાનદાર એક્ટિંગ કરી હતી. આ ફિલ્મના 'દેખા હૈ પહેલી બાર'થી લઈને 'તૂ શાયર હૈ મેં તેરી શાયરી' સુધી દરેક ગીત આજે પણ અમર છે.

ખલનાયક

દિગ્ગજ નિર્માતા, નિર્દેશક સુભાષ ઘાઈની સાથે માધુરી દીક્ષિતની ફિલ્મ 'ખલનાયક' 1993માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં માધુરી અને સંજય દત્તની નીકટકા જોવા મળી હતી. 'ખલનાયક' 1993ની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ હતી. તેનું ગીત 'નાયક નહીં ખલનાયક હૈ તૂ' અને 'ચોલી કે પીછે ક્યા હૈ' આજે પણ લોકોના મોંઢે છે. ફિલ્મે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા.

ધારાવી

હિંદી ફિલ્મ જગતના ડાયરેક્ટર સુધીર મિશ્રાએ વર્ષ 1993માં 'ધારાવી' નામની ફિલ્મ બનાવી. આ ફિલ્મમાં માધુરીની સાથે અનિલ કપૂર, શબાના આઝમી અને ઓમ પુરી જેવા દિગ્ગજ અભિનેતા જોવા મળ્યા હતા. ફિલ્મ એક ટેક્સી ચાલકની સ્ટોરી પર કેન્દ્રીત છે. જે પોતાના સપનાને પુરા કરવા અને ધારાવી જેવી જગ્યામાંથી નિકળવાના દરેક પ્રયત્ન કરે છે. ફિલ્મમાં માધુરી સપોર્ટિંગ રોલમાં છે પરંતુ તેની એક્ટિંગ દમદાર છે.

હમ આપકે હૈ કોન?

જ્યારે પણ ફેમિલી ફિલ્મની વાત આવે છે તો સૌથી પહેલા જે ફિલ્મનું નામ આવે છે તે છે હમ આપકે હૈ કોન. સુરજ બડજાત્યાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ વર્ષ 1994માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં માધુરીની સાથે સલમાન ખાનની કમાલની જોડી બની હતી. માધુરીનું નિશાનું પાત્ર હજું પણ લોકો પસંદ કરે છે.

દિલ તો પાગલ હૈ

દિલ તો પાગલ હૈ માધુરી દિક્ષિતની એક માત્ર એવી ફિલ્મ છે જેને આઠ ફિલ્મફેર અવોર્ડ મળ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન યશ ચોપડાએ 1997માં કર્યું હતું. ફિલ્મમાં માધુરીની સાથે શાહરૂખ ખાન અને કરિશ્મા કપૂર મુખ્ય ભુમિકામાં છે.

મૃત્યુદંડ

નિર્દેશક પ્રકાશ ઝાએ વર્ષ 1997માં 'મૃત્યુદંડ' નામની એક મહિલા પ્રધાન ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં શબાના આઝમી, માધુરી દીક્ષિત, અયુબ ખાન અને ઓમ પુરી જેવા દિગ્ગજ અભિનેતા જોવા મળ્યા હતા.

પરિંદા

વર્ષ 1998માં આવેલી ફિલ્મ પરિંદા વિધુ વિનોદ ચોપડાના નિર્દેશન કરિયરની સૌથી સફળ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં મેઈન પાત્રમાં માધુરી ઉપરાંત નાના પાટેકર, જેકી શ્રોફ, અનિલ કપૂર છે. પરિંદાને રાષ્ટ્રીય ફિલ્મ અવોર્ડ પણ મળી ચુક્યા છે.

દેવદાસ

શરત ચંદ્ર ચટ્ટોપાધ્યાયના ઉપન્યાસ પર આધારિત, ફિલ્મ દેવદાસનું નિર્દેશન વર્ષ 2002માં સંજય લીલા ભણલીએ કર્યું હતું. આ ફિલ્મમાં માધુરી દીક્ષિતની સાથે શાહરૂખ ખાન અને એશ્વર્યા રાય પ્રમુખ ભુમિકામાં છે. દેવદાસમાં ચંદ્રમુખી નામની એક વૈશ્યાના પાત્રમાં માધુરી છે. ફિલ્મના ગીત 'હમ પે યે કિસને હરા રંગ ડાલા' અને 'ડોલા રે ડોલા' ખૂબ ફેમસ થયું હતું.

ડેઢ ઈશ્કિયા

વર્ષોમાં એખ ફિલ્મ બનાવનાર નિર્દેશક અભિષેક ચૌબેએ 2014માં 'ડેઢ ઈશ્કિયા' બનાવી. આ ફિલ્મ 2010માં આવેલી 'ઈશ્કિયા'ની સીક્વલ છે. માધુરીની સાથે આ ફિલ્મમાં નસીરૂદ્દીન સાહ, હુમા કુરેશી, અરશદ વારસી, વિજય રાજ અને મનોજ પાહવા મુખ્ય ભુમિકામાં હતા. ફિલ્મમાં માધુરીના બેગમ પારાના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું.



  • Follow us on: