મહાકુંભ દરમિયાન ઘણા એવા લોકોની માહિતી સામે આવી જેમાં આપણે તેમના વ્યક્તિત્વ વિશે જાણીને ચોંકી જઇએ. તો અમુક વ્યક્તિઓ એવી હતી કે જેઓએ તમામ કેમેરાનું ધ્યાન આકર્ષિત કર્યું. એમાંની એક છે મોનાલિસા નામની યુવતી. મહાકુંભના મેળામાં મોનાલિસા માળા વેચવાનું કામ કરતી હતી. જ્યાં કેમેરામેને તેની આંખો જોઇએ અને તેને કેમેરામાં કેદ કરી. અને હવે આ વાયરલ ગર્લ બોલીવુડની ગલીઓ સુધી પ્રખ્યાત થઇ ગઇ છે.


ફિલ્મ ઇંડસ્ટ્રી સુધી પહોંચી મોનાલિસા

પ્રયાગરાજના મહાકુંભ મેળા 2025માં એવી ઘણી તસ્વીરો અને વીડિયો વાયરલ થયા છે. પરંતુ એક એવી વ્યક્તિ સામે આવી જે લોકો માટે આકર્ષણનું કેંદ્ર બની છે. તેની કાતિલ આંખોના સૌ કોઇ દિવાના થયા છે. અને આ દિવાનગી હવે ફિલ્મમાં પણ જોવા મળશે. આ યુવતીનું નામ છે મોનાલિસા. મોનાલિસાની સુંદર આંખો અને તેની સાદગી પાછળ સો કોઇ આકર્ષિંત થયુ છે. તેની પાસે ફોટો શૂટ કરાવવા માટે ફોટોગ્રાફર્સની લાઇન જોવા મળી રહી છે. મહાકુંભમાં માળાઓ વેચતી આ યુવતી હવે બોલીવુડ સુધી પહોંચી છે. બોલીવુડમાં મોનાલિસાને ફિલ્મ માટે ઓફર મળી અને હવે તે ફિલ્મની શૂટીંગ પણ ચાલુ કરશે.

શૂટીંગ માટે સેટ પહોંચતા મોનાલિસાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં લોકો તેની પાસે ફોટો અને ઓટોગ્રાફ લેવા પડાપડી કરતા નજરે પડી રહ્યા છે. ફિલ્મમાં મોનાલિસા મુખ્ય ભુમિકા ભજવશે. આ વીડિયોમાં તે સેટ પર જઇ રહી હોય તેમ દેખાઇ રહ્યુ છે. શૂટીંગ માટે મોનાલિસાનો રૂપ બદલવામાં આવ્યો છે. મેકઓવર બાદ મોનાલિસા નવા જ લુકમાં લોકોને ઘાયલ કરી રહી છે.

મોનાલિસાએ કહ્યુ છે કે, તમારા પ્રેમના કારણે હું અહીં સુધી પહોંચી છું. મારો આ પ્રવાસ સાધારણથી ખાસ બન્યો છે. લોકોના પ્રેમ અને સહકારની ખૂબ જરુર છે. આ વીડિયો બાદ યુઝર્સ કમેંટ પણ કરી રહ્યા છે. પરંતુ મોનાલિસાની ફિલ્મ જોવા માટે દર્શકો વધુ ઉત્સાહ બતાવી રહ્યા છે. એક સામાન્ય યુવતીથી લઇને સેલિબ્રેટી બનવા સુધીની સફર ખૂબ ખાસ રહી છે. 

  • Follow us on: