• મલાઈકા અરોરા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના પર્સનલ લાઈફ માટે વધુ ચર્ચામાં રહે છે
  • એક્ટ્રેસે તેના પૂર્વ પતિ અરબાઝ ખાનને ઈન્સ્ટાગ્રામ પરથી અનફોલો કરી દીધો છે
  • આ બાબતને લઈને મલાઈકા કે અરબાઝ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી

મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના વર્ષ 2017માં છૂટાછેડા થઈ ગયા હતા. પરંતુ બંને તેમના પુત્ર અરહાન ખાનના પાલન માટે એકબીજાની નજીક રહ્યા હતા. બંને સોશિયલ મીડિયા પર પણ એકબીજાને ફોલો કરતા હતા. પરંતુ હવે અરબાઝના જન્મદિવસ પર મલાઈકાએ તેને અનફોલો કરી દીધો છે.

મલાઈકાએ પૂર્વ પતિ અરબાઝ ખાનને કર્યો અનફોલો

મીડિયા રિપોર્ટ્સ મુજબ મલાઈકા અરોરાના પૂર્વ પતિ અરબાઝ ખાને ગયા વર્ષે શૂરા ખાન સાથે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ આમ છતાં મલાઈકા તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરતી હતી. લગ્ન બાદ મલાઈકા અને અરબાઝ એકસાથે જોવા મળ્યા ન હતા. અરબાઝને અનફોલો કરવાના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે તેની પત્ની શુરા ખાને તેને તેના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી. પરંતુ આને લઈને મલાઈકા કે અરબાઝ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

વેકેશન એન્જોય કરી રહી છે મલાઈકા અરોરા

તમને જણાવી દઈએ કે અરબાઝ ખાને 4 ઓગસ્ટે પોતાનો 57મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર શૂરા ખાને એક્ટરનો ડાન્સ વીડિયો શેર કર્યો અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. મલાઈકા અરોરાની વાત કરીએ તો તે પોતાનું વેકેશન સેલિબ્રેટ કરી રહી છે અને 'મી' ટાઈમ એન્જોય કરી રહી છે. એક્ટ્રેસના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ લઈને મૌન

અર્જુન કપૂરે અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા પછી મલાઈકા અરોરાના જીવનમાં એન્ટ્રી કરી હતી. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંને કોઈ પાર્ટી કે ડિનર ડેટમાં સાથે જોવા મળ્યા નથી. જે બાદ તેમના બ્રેકઅપના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ બંને 'ઈન્ડિયન કોચર વીક 2024'માં અલગ-અલગ જોવા મળ્યા હતા. આ દરમિયાન મલાઈકાએ અર્જુનને સંપૂર્ણપણે નજરઅંદાજ કર્યો હતો. પરંતુ આ કપલે અત્યાર સુધી બ્રેકઅપના સમાચાર પર મૌન જાળવ્યું છે.


  • Follow us on: