ટોમ ક્રૂઝ ફરી એકવાર થિયેટરોમાં ધૂમ મચાવશે. ટૂંક સમયમાં તે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'મિશન: ઇમ્પોસિબલ - ધ ફાઇનલ રેકનિંગ' સાથે એન્ટ્રી કરવા જઈ રહ્યો છે, જેના માટે તેના પ્રશંસકો ખૂબ જ ઉત્સાહિત છે.
આ ફિલ્મ 17 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે અને તેના એડવાન્સ બુકિંગની ખૂબ ચર્ચા થઈ રહી છે. હાલમાં, આ ફિલ્મ એડવાન્સ બુકિંગને કારણે બોક્સ ઓફિસ પર ઘણી ચર્ચામાં છે.
મિશન: ઇમ્પોસિબલ - ધ ફાઇનલ રેકનિંગ એક સ્પાય થ્રિલર ફિલ્મ છે
ભારતમાં આટલી લોકપ્રિયતાને કારણે આ ફિલ્મ 17 મેના રોજ ભારતમાં રિલીઝ થશે. અન્ય દેશોની વાત કરીએ તો, આ ફિલ્મ 23 મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ મિશન: ઇમ્પોસિબલ ફ્રેન્ચાઇઝની 8મી ફિલ્મ છે. જોકે, ફિલ્મના એડવાન્સ બુકિંગને જોતાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 'મિશન: ઇમ્પોસિબલ - ધ ફાઇનલ રેકનિંગ' ભારતમાં બ્લોકબસ્ટર શરૂઆત કરશે.
75 હજાર ટિકિટ વેચાઈ ગઈ છે
મીડિયા રીપોર્ટ મુજબ ગુરુવાર, 15 મે ના રોજ રાત્રે 10 વાગ્યા સુધીમાં, આ ફિલ્મની લગભગ 75,000 ટિકિટો ટોચની રાષ્ટ્રીય ચેન -પીવીઆર આઇનોક્સ અને સિનેપોલિસમાં વેચાઈ ગઈ હતી. આ ફિલ્મના પહેલા શોની શરૂઆત પહેલા 1.50 લાખ ટિકિટ વેચાઈ શકે છે. જો આપણે ભારતમાં બધી હોલીવુડ ફિલ્મોના એડવાન્સ બુકિંગની વાત કરીએ, તો આ ફિલ્મ બીજા સ્થાને છે. ફિલ્મ બાર્બીએ પહેલું સ્થાન મેળવ્યું છે.
લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
વર્ષ 2023માં ક્રિસ્ટોફર મેકક્વારી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'મિશન: ઇમ્પોસિબલ - ડેડ રેકનિંગ પાર્ટ વન' રિલીઝ થઈ હતી. 'મિશન: ઇમ્પોસિબલ - ધ ફાઇનલ રેકનિંગ' એ 'મિશન: ઇમ્પોસિબલ - ડેડ રિઝનિંગ પાર્ટ વન' ની સિક્વલ છે. આ ફિલ્મ માટે પ્રશંસકોમાં ક્રેઝ વધી રહ્યો છે. ફિલ્મ ટીમ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, 'મિશન ઇમ્પોસિબલ: ધ ફાઇનલ રેકનિંગ' એ પહેલા 24 કલાકમાં 11,000 ટિકિટ વેચી દીધી છે.