નિતેશ તિવારીની આગામી ફિલ્મ ' રામાયણ 'ની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે . આ ફિલ્મમાં રણબીર કપૂર શ્રી રામની ભૂમિકા ભજવશે. આ સાથે ફિલ્મના અન્ય ઘણા પાત્રોનો પણ ખુલાસો થયો છે. માહિતી અનુસાર, રામાયણમાં એક લોકપ્રિય ટીવી સ્ટારની એન્ટ્રી થઈ છે. આ સાંભળીને ફેન્સ ખુશીથી ઉછળ્યા છે.
મહાદેવના પાત્રમાં જોવા મળશે આ ટીવી અભિનેતા
એક રિપોર્ટ અનુસાર, રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'માં મોહિત રૈનાએ પણ એન્ટ્રી કરી છે. મોહિત ફિલ્મમાં ભગવાન શિવની ભૂમિકા ભજવતા જોવા મળશે. હકીકતમાં એકટર પહેલા ટીવી શોમાં ભગવાન શીવનું પાત્ર ભજવી ચૂક્યો છે તેથી ફિલ્મ માટે તેમનું નામ ફાઇનલ થઈ ગયું છે.
ફેન્સે મોહિત રૈનાનું કર્યું જોરદાર સ્વાગત
મોહિત રૈનાની ફિલ્મમાં એન્ટ્રી થતાં જ ફેન્સ ખુશીથી ઉછળી રહ્યા છે. અભિનેતાની રામાયણ ફિલ્મમાં એન્ટ્રી થતાં લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું હતું કે, એક ટીવી એક્ટર 2 સુપરસ્ટાર પર ભારે પડશે. તો બીજાએ લખ્યું હતું કે, મહાદેવનો રોલની ભુમિકા તમે ખૂબ જ સારી રીતે કરી શકશો કારણ કે તમે અગાઉ પણ સારૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે, મોહિત રૈના માત્ર ટીવી સિરિયલોમાં જ નહીં પરતું ઓટીટી અને બોલિવુડમાં પ્લેટફોર્મ પર પણ ફેમસ બન્યા છે.
રામાયણમાં જોવા મળશે આ સ્ટાર્સ
તમને જણાવી દઈએ કે, રામાયણમાં સાઉથ અભિનેત્રી સાઈ પલ્લવી માતા સીતાની ભુમિકામાં જોવા મળશે તો લારા દત્તા કૈકેયીના રોલમાં જોવા મળશે. રવિ દુબે લક્ષ્મણના રોલમાં તો એક્ટર અરુણ ગોવિલ રાજા દશરથની ભૂમિકા ભજવતા જોવા મળશે. ફિલ્મમા બે ભાવ આવવાના છે, જેમાં પહેલો ભાગ દિવાળી 2026માં થિયેટરોમાં આવશે અને બીજો ભાગ દિવાળી 2027માં રિલીઝ થશે.