- કુણાલ ઠાકુરે 'એનિમલ'માં ગીતાંજલિના પૂર્વ ફિયોન્સેની ભૂમિકા નિભાવી છે
- 10 ડિસેમ્બરે કુણાલે ડાન્સર મુક્તિ મોહન સાથે કર્યા લગ્ન
- કપલે લગ્નનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર કર્યો શેર
નીતિ મોહન, શક્તિ મોહન અને મુક્તિ મોહન આ તમામ નામ જાણીતા છે. એક બહેન સિંગિંગમાં સુપર સ્ટાર છે તો અન્ય 2 બહેનો એક્ટિંગ અને ડાન્સિંગમાં કરિયર બનાવી ચૂકી છે. આ સમયે ડાન્સર અને એક્ટર મુક્તિ મોહનના લગ્નના ફોટો પણ સોશિયલ મીડિયા પર આવી ગયા છે અને ફેન્સ તેમને અભિનંદન આપી રહ્યા છે. કપલે 10 ડિસેમ્બરે લગ્ન કર્યા છે અને સાથે જ લગ્નનો વીડિયો પણ શેર કર્યો છે.

એનિમલ ફિલ્મમાં જોવા મળ્યા હતા કુણાલ ઠાકુર
જાણીતી એક્ટ્રેસ મુક્તિ મોહનના લગ્ન કુણાલ ઠાકુર સાથે થયા છે અને સાથે જ હાલમાં રણબીર કપૂરની એનિમલ ફિલ્મમાં તેમને જોવા મળ્યા હતા. તેઓએ ગીતાંજલીના પૂર્વ ફિયોન્સેની ભૂમિકા નીભાવી છે. શક્તિ અને નીતિ મોહનની બહેન મુક્તિએ ઈન્સ્ટાગ્રામ પર અનેક ફોટો મૂક્યા છે જેમાં તે પેસ્ટલ પિંક લહેંગામાં સુંદર લાગી રહી છે. લાલ ચૂડા સેટ, ગ્રીન રંગની જ્વેલરી અને લાઈટ મેકઅપમાં તેનો લૂક કમાલ લાગે છે. કુણાલે હાથીદાંત રંગની ભારે વર્કવાળી શેરવાની પહેરી છે. લગ્નના ફોટોમાં મુક્તિની સાથે નીતિ અને શક્તિ પણ જોવા મળી રહી છે.

મુક્તિએ પોસ્ટ કરી શેર
મુક્તિએ પોસ્ટને કેપ્શન આપ્યું છે, તમારામાં મને મારો જીવનસાથી મળી ગયો છે. તમારી સાથે મારું મિલન કિસ્મતમાં લખેલું છે. ભગવાન, પરિવાર અને દોસ્તોના આશીર્વાદ માટે આભારી છું, અમારા પરિવાર ખુશ છે અને પતિ પત્નીના રૂપમાં અમારી આગળની યાત્રા માટે તમારા આશીર્વાદ ઈચ્છીએ છીએ. નીતિ મોહને આ પોસ્ટ પર કમેન્ટ કરીને લખ્યું કે આશીર્વાદ, પ્રેમ અને સાથ. તો આયુષ્માન ખુરાના અને તેની પત્નીએ પોસ્ટ પર લાલ હાર્ટના ઈમોજી મૂક્યા છે. વિજય વર્માએ પણ કહ્યું અભિનંદન દોસ્તો, ખૂબ સુંદર.
કુણાલ કપૂરે શેર કર્યો વીડિયો
કુણાલ કપૂરે વીડિયો શેર કરીને તમામનો આભાર માન્યો અને લખ્યું, જે રીતે અમે લગ્નના સુંદર પળોને શેર કરી રહ્યા છીએ, તમે તમારો પ્રેમ અને આશીર્વાદ આપવા માટે તમામને ધન્યવાદ પાઠવીએ છીએ. અમેરિકા માટે આ તમામ શક્ય બનાવવા માટે માતા, પિતા, નિહારભાઈ, નીતિ દી, કૃતિ દી, શક્તિ દી, નીતિન, તિથિ, પાર્થ ભાઈ, પાપાજી, મલ્લો આર્યવી, શર્મા અને પંડ્યા પરિવારને ધન્યવાદ.
શું છે કપલનું વર્કિંગ
ઉલ્લેખીય છે કે મુક્તિ મોહનના પતિ કુણાલ ઠાકુર વ્યવસાયે એક્ટર છે જે કબીર સિંહ અને કસોટી જિંદગી..માં જોવા મળ્યા છે. તો મુક્તિ મોહન વ્યવસાયે ડાન્સર અને એક્ટર છે.