ફેમસ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા બાદ તેઓ બંને કોઇને કોઇ બાબતે ચર્ચામાં રહે છે. નતાશા પોતાના વતન સર્બિયાથી હવે મુંબઇ આવી ગઇ છે. હાર્દિક અને નતાશાના છૂટાછેડા થયા બાદ નતાશા પુત્રને સાથે લઇને સર્બિયા ગઇ હતી. ત્યાં ક્વોલિટી ટાઇમ ફેમિલી સાથે સ્પેન્ટ કરીને મુંબઇ આવી ગઇ છે. નતાશા જ્યારથી મુંબઇ આવી છે ત્યારે તે પોતાની લાઇફમાં વ્યસ્ત જોવા મળી રહી છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે પુત્ર અગસત્યા સાથે કોણ ક્વૉલિટી ટાઇમ વિતાવે છે , હાર્દિક કે પછી નતાશા.


હાર્દિકે સુંદર તસવીર કરી શેર

જો કે હાલમાં જ હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી. જેમાં પુત્ર અગસત્યાનો સુંદર ફોટો જોવા મળી રહ્યો છે. આ ફોટામાં અગસ્ત્ય ગણપતિજી સાથે પ્રેમ પૂર્વક જોવા મળી રહ્યો છે. પોસ્ટ શેર કરતી વખતે હાર્દિકે તેના કેપ્શનમાં હાર્ટ અને ક્યૂટ સ્માઈલી પણ શેર કરી છે. ફોટો જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે હાલ અગસ્ત્ય પંડ્યા તેના પિતા હાર્દિક સાથે રહે છે અને નતાશા તેની લાઈફ એન્જોય કરી રહી છે. , લોકોને એવું પણ લાગે છે કે ભારત આવતાની સાથે જ નતાશા પોતાના પુત્રને ભૂલીને માત્ર પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.


શું કરી રહી છે નતાશા ?

મહત્વનું છે કે હાલમાં સોશિયલ મીડિયા પર નતાશાના વિવિધ વીડિયો વાયરલ થયા છે. જેમાં તે ઘણી વાર એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક સાથે જોવા મળી રહી છે તો ક્યારેક તે જીમથી આવી રહી હોય તેમ જોવા મળી રહ્યુ છે. આ પરથી સ્પષ્ટ થાય કે નતાશા હાલ પોતાના પર ફોકસ કરી રહી છે. તો બીજી તરફ એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક સાથેનો વીડિયો સામે આવતા યુઝર્સે નતાશાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ હતું.


  • Follow us on: