ટ્રેડિશનલ રીતે ઉત્તર ભારતનો તહેવાર હોવા છતાં, 'કરવા ચોથ' સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. બોલીવુડ પણ આ સેલિબ્રેશનમાં પાછળ નથી. પરંતુ આ ખાસ તહેવારની ઉજવણીમાં દેશમાં ધૂમધામથી થાય છે.
ઘણી એક્ટ્રેસ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કરનાર બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પણ આ તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે અને થોડા વર્ષો પહેલા એક તસવીર શેર કરી હતી. જેમાં તે વિરાટ કોહલી સાથે ખાસ તહેવાર પર જોવા મળી હતી. આ તસવીરમાં ચાંદ પણ સ્પષ્ટ જોઈ શકાય છે. આ સુંદર તસવીર શેર કરતી વખતે અનુષ્કાએ તેના કેપ્શનમાં લખ્યું કે, મારો ચાંદ, મારો સૂરજ, મારો તારો, મારું બધું. દરેકને કરવા ચોથની શુભકામનાઓ.
અનુષ્કા શર્માએ શેર કરી પોસ્ટ
વર્ષ 2018માં અનુષ્કા શર્માના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલી આ તસવીરમાં વિરાટ કોહલી બ્લેક કુર્તામાં જોઈ શકાય છે. એટલું જ નહીં અનુષ્કા શર્મા પણ તસવીરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અનુષ્કા શર્માએ યલો કલરની સાડી પહેરી છે. જે તેને ખૂબ જ સુંદર લાગે છે.
https://www.instagram.com/p/Bpce2yoh9CG/?utm_source=ig_embed&ig_rid=f0e0c3f3-2719-41de-8ed6-8e6913a23a64
સ્ટાર કપલે 2017માં કર્યા લગ્ન
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બર 2017ના રોજ લગ્નના બંધનમાં બંધાય ગયા. ઈટાલીનું ટસ્કની શહેર આનું સાક્ષી બન્યું. અહીં તેઓએ વિશ્વના બીજા સૌથી મોંઘા રિસોર્ટ બોર્ગો રિસોર્ટમાં લગ્ન કર્યા.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 2 બાળકોના માતા-પિતા
હાલમાં બંને કપલ એકબીજા સાથે ખૂબ જ ખુશ છે. તેમને બે બાળકો છે. જેમાં વામિકા નામની દીકરી. તેમને પોતાના પુત્રનું નામ અકાય રાખ્યું છે.