ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાની એક્સ વાઈફ નતાશા સ્ટેનકોવિક છૂટાછેડા પછી પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા યુઝર્સ નતાશા કોની સાથે હેંગઆઉટ કરી રહી છે અને કોની સાથે ડિનર પર જઈ રહી છે તેના પર પણ નજર રાખે છે.


છૂટાછેડા પછી નતાશા મોટાભાગે એલેક્ઝાન્ડર ઈલિક સાથે જોવા મળે છે, જેના કારણે સોશિયલ મીડિયા પર એવા સમાચાર છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. નતાશા ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર ક્રિપ્ટિક સ્ટોરી શેર કરે છે, જેમાં એવું લાગે છે કે તે હાર્દિકને સંભળાવી રહી છે અને કેટલીક સ્ટોરી જોઈને એવું લાગે છે કે તે ફરીથી પ્રેમમાં પડી ગઈ છે.

નતાશાએ ઈન્સ્ટાગ્રામ શેર કરી છે સ્ટોરી

નતાશા સ્ટેનકોવિકે શનિવારે સવારે એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી, જેને જોઈને લાગે છે કે તે ફરીથી પ્રેમમાં પડી ગઈ છે, જેના કારણે તે ખુશ છે અને પોતાનું જીવન જીવી રહી છે. નતાશાની સ્ટોરીમાં goodvibeswithemotion ના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી એક પોસ્ટ શેર કરી છે, જેના પર અંગ્રેજીમાં લખ્યું છે કે The best people come unexpectedly. પરંતુ નતાશાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કોઈને ટેગ કર્યા નથી, તેથી તે કહેવું મુશ્કેલ છે કે તેણે આ સ્ટોરી કોના માટે પોસ્ટ કરી છે.

https://www.instagram.com/p/DB1cLb7ynRB/?utm_source=ig_embed&ig_rid=81765687-8efe-4f60-a9bb-d138218b8bae 

લગ્ન પહેલા અલી ગોની સાથે હતું અફેર

હાર્દિક સાથે લગ્ન કરતા પહેલા નતાશા સ્ટેનકોવિક અલી ગોનીને ડેટ કરતી હતી. તેમના સંબંધો થોડા વર્ષો સુધી સારા રહ્યા પરંતુ બાદમાં નતાશા અને અલી ગોનીનું બ્રેકઅપ થઈ ગયું. અલી સાથે બ્રેકઅપ થયા બાદ નતાશાએ હાર્દિકને ડેટ કરી હતી. બંનેના લગ્નની પણ ખૂબ ચર્ચા થઈ હતી. બંને અલગ-અલગ ધર્મના હોવા છતાં લગ્ન કરી લીધા. હાર્દિક સાથે તેના છૂટાછેડા પછી, એવા રિપોર્ટ છે કે નતાશા એલેક્ઝાન્ડરને ડેટ કરી રહી છે. પરંતુ આ વિશે બંનેએ ખુલીને કશું કહ્યું નથી અને કોઈ પ્રતિક્રિયા આપી નથી.


  • Follow us on: