• નતાશા સ્ટેનકોવિકે ભારત પરત ફરતાની સાથે જ ફેન્સને જાણ કરી

  • અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાનું શરૂ કર્યું
  •  પોસ્ટને કારણે ચાહકો હવે અનેક અટકળો લગાવી રહ્યા છે

નતાશા સ્ટેનકોવિકે હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ મુંબઈ છોડી દીધું હતું. ત્યારે હવે આ અભિનેત્રી મુંબઈ પરત ફરી છે. ભારત પરત ફરતાની સાથે જ નતાશાએ તેના પરત ફરવાની ફેન્સને જાણ કરી દીધી હતી. ત્યારે હવે અભિનેત્રીએ આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાનું શરૂ કરી દીધું છે.

અભિનેત્રી કેટલીક પોસ્ટ શેર કરીને સંકેતો આપી રહી છે

નતાશા અને હાર્દિકના સંબંધોમાં અણબનાવના સમાચાર જ્યારથી સામે આવી રહ્યા છે ત્યારથી અભિનેત્રી કેટલીક પોસ્ટ શેર કરીને સંકેતો આપી રહી છે. અગાઉ પણ તેની પોસ્ટને કારણે એવી અટકળો લગાવવામાં આવી હતી કે તેના અને હાર્દિકના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. જોકે, આ અટકળો પાછળથી સાચી સાબિત થઈ.

હાર્દિકની ડેટિંગની અફવાઓ વચ્ચે નતાશા મુંબઈ પરત ફરી

આ દિવસોમાં હાર્દિક પંડ્યાનું નામ બ્રિટિશ સિંગર અને ટીવી પર્સનાલિટી જાસ્મીન વાલિયા સાથે જોડવામાં આવી રહ્યું છે. દરેક જગ્યાએ એવી અફવા છે કે આ બંને ગુપ્ત રીતે ડેટિંગ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં, ડેટિંગની વધતી અફવાઓ વચ્ચે નતાશા મુંબઈ પરત ફરી છે. તેણે હવે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક રહસ્યમય પોસ્ટ શેર કરીને બધાનું ધ્યાન ખેંચ્યું છે.

નતાશાની ક્રિપ્ટિક નોટ વાયરલ થઈ રહી છે

થોડા સમય પહેલા નતાશાએ કંઈક એવું લખ્યું હતું જેને વાંચીને ચાહકો ટેન્શનમાં આવી ગયા હતા. એવું લાગે છે કે નતાશા સામાન્ય જીવન જીવવા માટે ઘણો સંઘર્ષ કરી રહી છે. પહેલા આપણે જાણીએ કે હવે તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શું લખ્યું છે? એક્ટ્રેસ દ્વારા શેર કરવામાં આવેલી નોટમાં લખ્યું છે કે, 'તમારો સામાન્ય દિવસ કોઈનું સ્વપ્ન હોઈ શકે છે, તેથી દરરોજ આભાર માનો.' આ પોસ્ટ જોઈને લાગે છે કે નતાશા આ દિવસોમાં ખૂબ જ દુઃખી છે.


સોશિયલ મીડિયા યુઝર્સમાં સનસનાટી મચાવી

હવે ચાહકો તેની આ પોસ્ટને હાર્દિક પંડ્યા સાથે જોડી રહ્યા છે. આ સમયે દરેકના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું હાર્દિક પંડ્યા અને જાસ્મિન વાલિયાની નજીક આવવાના સમાચારથી તે દુખી છે. વેલ હવે માત્ર નતાશા જ જાણે છે કે તેણે આવું કેમ લખ્યું છે, પરંતુ તેની આ પોસ્ટે સોશિયલ મીડિયા યુઝર્સમાં ચોક્કસપણે સનસનાટી મચાવી દીધી છે. હવે દરેકને નતાશાની ચિંતા છે.

  • Follow us on: