• હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના થયા છૂટાછેડા
  • પુત્ર સાથે સમય વિતાવતી જોવા મળી નતાશા સ્ટેનકોવિક
  • ફેન્સે કહ્યું-નતાશાને હાર્દિકથી અલગ થવાનો બિલકુલ અફસોસ નથી
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે તેમના છૂટાછેડાના સમાચારની પુષ્ટિ કરી છે. કપલે પોતાના ઈન્ટાગ્રામ પર સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેઓ હવે સાથે નથી. હાર્દિક અને નતાશા બંને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. આવી સ્થિતિમાં, ફેન્સ તેમના પર નજર રાખે તે સ્વાભાવિક છે. નતાશાએ તરત જ હાર્દિકથી અલગ થવાની જાહેરાત કરી હતી. નતાશાનો ઇન્ટરનેટ પર આ વીડિયો સામે આવતા જ તેની ચર્ચા થવા લાગી હતી.

નતાશાની નવી પોસ્ટ આવી સામે

હકીકતમાં થોડા સમય પહેલા નતાશા સ્ટેનકોવિકે તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. પોસ્ટ કરાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હાર્દિક અને નતાશાનો પુત્ર અગસ્ત્ય તેના બોલને શોધી રહ્યો છે. જ્યારે અગસ્ત્યને બોલ મળે છે ત્યારે તે તેની માતા પાસે જાય છે. આ વિડિયો જોયા બાદ દરેક લોકો કહી રહ્યા છે કે નતાશાને હાર્દિકથી અલગ થવાનો બિલકુલ અફસોસ નથી અને તે તેના પુત્ર સાથે ખૂબ જ ખુશ છે.


નતાશા પોતાના દેશ ચાલી ગઈ

આટલું જ નહીં, નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર બીજી એક સ્ટોરી શેર કરી છે. આ પોસ્ટમાં નતાશાના હાથમાં તરબૂચ જોવા મળે છે. આ શેર કરતી વખતે નતાશાએ તેના કેપ્શનમાં લખ્યું છે કે 11 કિલો... હા, નતાશાના ખોળામાં દેખાતું તરબૂચ 11 કિલોનું છે. ઉલ્લેખનીય છે કે નતાશા આ સમયે ભારતમાં નથી.

પુત્ર સાથે સમય વિતાવતી જોવા મળી નતાશા

હાલમાં જ અભિનેત્રી અગસ્ત્ય સાથે એરપોર્ટ પર જોવા મળી હતી જે બાદ એવી ચર્ચા થઈ હતી કે નતાશા પોતાના દેશ પરત ફરી રહી છે અને બંને અલગ થઈ ગયા છે. જો કે, ત્યાર બાદ ચાહકો નતાશા અને હાર્દિકની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા હતા અને બાદમાં નતાશા અને હાર્દિકે તેમના અલગ થવાની જાહેરાત પણ કરી દીધી હતી.

ઘરે ગયા બાદ નતાશાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું હતું કે, 'હોમ સ્વીટ હોમ'. હવે તેમના અલગ થયા બાદ નતાશાની આ પહેલી પોસ્ટ સામે આવી છે જેમાં તે પોતાનો બધો સમય પુત્ર સાથે વિતાવી રહી છે.

  • Follow us on: