- શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુંદ્રા સાથે કન્યા પૂજા કરી
- એકસ્ટ્રેસે કન્યા પૂજાનો વીડિયો ફ્રેન્ડ્સ સાથે શેર કર્યો
- સમિશાના પગ ધોઈ આરતી ઉતારીને પૂજા કરી
દેશમાં ચારે તરફ નવરાત્રિની ધૂમ છે અને સાથે જ ગઈકાલે દેશમાં મહા અષ્ટમીની ઉજવણી પણ કરવામાં આવી. સામાન્ય લોકોની સાથે બોલિવૂડની એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુંદ્રા સાથે કન્યા પૂજા કરી હતી. જેનો વીડિયો શિલ્પા શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટી દર વર્ષે નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવે છે અને આ વર્ષે પણ તેણે તે પરંપરા ચાલુ રાખી છે.
શિલ્પાએ ઘરમાં કર્યું કન્યા પૂજન
શિલ્પા શેટ્ટીએ મહાઅષ્ટમીએ ઘરમાં કન્યા પૂજન કર્યું છે. એકસ્ટ્રેસે કન્યા પૂજાનો વીડિયો ફ્રેન્ડ્સ સાથે શેર કર્યો છે અને સાથે જ તે લોકોના દિલમાં પણ ખાસ રહ્યો છે. શિલ્પાએ જે વીડિયો શેર કર્યો છે તેમાં તે તેની નાની દીકરી સમિશાની આરતી ઉતારતી જોવા મળે છે. આ સાથે તેણે દીકરીને ચાંલ્લો કરીને પૂજા કરી હતી. પૂજા સમયે એક્ટ્રેસે દીકરીને ગળામાં માતાની ચુંદડી પણ પહેાવી અને તેના વાળમાં ગજરો લગાવ્યો.દીકરીની પૂજા કર્યા બાદ શિલ્પા અને રાજ કુંદ્રાએ સાથે મળીને સમિશાના પગ ધોયા અને પછી બંનેએ દીકરીના આશીર્વાદ લીધા.
એક્ટ્રેસે ખાસ કેપ્શન સાથે શેર કર્યો વીડિયો
એક્ટ્રેસે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે અષ્ટમીના શુભ અવસરે અમે અમારી દીકરી સમિશાની સાથે કન્યા પૂજન કર્યું. જ્યારે સમિશાની પૂજા કરવામાં આવી રહી હતી ત્યારે તે અનેક પ્રકારના ફેસ બનાવી રહી હતી. ફેન્સ સમિશાની માસૂમિયતને વખાણી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે તમે જે રીતે તમારા ક્લચરને ફોલો કરો છો તે શાનદાર છે.
ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટી જેટલી મોર્ડન છે, તેટલી જ ધાર્મિક પણ છે. એક્ટ્રેસ તમામ તહેવારો શ્રદ્ધા અને આસ્થા સાથે ઉજવે છે.









