- દેશ માટે સમ્માન અને ગૌરવનો વિષયઃ હેમા માલિની
- સંસદના આ શાનદાર નવા ભવનને જોઈને ગર્વ થાય છેઃ અક્ષય કુમાર
- નવા ભારત માટે એક નવું સંસદ ભવન, ભારતના જૂના સપનાની સાથેઃ શાહરૂખ
લોકતંત્રના નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે અને દેશને નવું સંસદ ભવન મળી ચૂક્યું છે. મંત્રોચ્ચાર અને વિધિ-વિધાની સાથે પૂજા થઈ અને પીએમ મોદીએ તેનું ઉદ્ધાટન કર્યું. અનેક રીતે નવું સંસદ ભવન દેશ માટે જૂના સંસદ ભવન કરતા ખાસ છે. કેટલાક સમય પહેલા પીએમએ એક વીડિયો જાહેર કર્યો અને તેની પર વોઈસઓવર કરવા કહ્યું, તેમાં અનેક લોકોએ ભાગ લીધો. જેમાં સેલેબ્સ અને સુપર સ્ટાર પણ પાછળ રહ્યા નથી. વીડિયો પર શાહરૂખ ખાન, અક્ષય કુમારે પણ વોઈસ ઓવર આપ્યું અને સાથે અનેક સેલેબ્સે પોતાની પ્રતિક્રિયા પણ આપી.
અક્ષયકુમારે વીડિયો કર્યો શેર
અક્ષયકુમારે સંસદ ભવનનો વીડિયો શેર કરીને પોતાના અવાજમાં તેની પર વોઈસઓવર કર્યું છે. વીડિયોની સાથે અભિનેતાએ કેપ્શનમાં લખ્યું કે સંસદના આ શાનદાર નવા ભવનને જોઈને ગર્વ થાય છે. આ સદૈવ ભારતની વિકાસગાથાના પ્રતિષ્ઠિત પ્રતીક બન્યા છે. અક્ષયકુમારની ટ્વિટને રીટ્વિટ કરતા પીએમ મોદીએ લખ્યું કે ઘણી સારી રીતે તમે તમારા વિચારો વ્યક્ત કર્યા છે. આપણી નવી સંસદ વાસ્તવમાં લોકતંત્રનો પ્રકાશ સ્તંભ છે. આ દેશની સમૃદ્ધ વિરાસત અને ભવિષ્યને માટે જીવંત આકાંક્ષાઓને દર્શાવે છે. તો હેમા માલિનીએ થોડા દિવસ પહેલા વીડિયો શેર કરીને લખ્યું કે નવા સંસદ ભવનના લોકાર્પણના અવસરે પ્રધાનમંત્રી મોદી ન્યાય અને નિષ્પક્ષતાના પ્રતીક તથા ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહર પવિત્ર સોંગલને ગ્રહણ કરીને નવા ભવનમાં તેની સ્થાપના કરશે. આ દેશ માટે સમ્માન અને ગૌરવનો વિષય છે.
શાહરૂખ ખાને નવા સંસદ ભવનના કર્યા ખૂબ વખાણ
બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનનું નામ પણ સામેલ થયું છે. તેઓએ નવા સંસદ ભવનનો એક વીડિયો શેર કરીને સોશિયલ મીડિયા પર તેના વખાણ કર્યા છે. આ વીડિયોમાં શાહરૂખનો અવાજ અને સ્વદેશ ફિલ્મનું ગીત બેકગ્રાઉન્ડમાં સાંભળી શકાય છે.
શનિવારે શાહરૂખે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી નવા સંસદ ભવનના વખાણ કરતા તેઓએ કહ્યું કે તે એ લોકોને માટે કેટલું શાનદાર નવું ઘર છે જે સંવિધાનને બનાવી રાખે છે, આ મહાન રાષ્ટ્રના તમામ નાગરિકનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમની વિવિધતાની રક્ષા કરે છે. નવા ભારત માટે એક નવું સંસદ ભવન પણ ભારતના ગૌરવના જૂના સપનાની સાથે. જય હિંદ.









