વર્ષ 2026 બોક્સ ઓફિસની દૃષ્ટિએ ખૂબ જ ખાસ રહ્યું. આ વર્ષે એક-બે નહીં, પરંતુ ઘણી શાનદાર ફિલ્મો રિલીઝ થઈ. વર્ષ 2026 પૂરું થવા આવ્યું છે અને આ વર્ષે એક વાત ખાસ રહી. એક તરફ મોટા બજેટ અને મોટા સ્ટાર્સની ફિલ્મોએ ધમાકેદાર કમાણી કરી, તો બીજી તરફ ઘણી ઓછી બજેટની ફિલ્મોએ પણ જોરદાર કમાણી કરી.
1- ધુરંધર 2
આ યાદીમાં સૌથી પહેલું નામ આદિત્ય ધરની ફિલ્મ ધુરંધર 2નું આવે છે. આ ફિલ્મે વર્ષ 2026માં બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી. ફિલ્મમાં રણવીર સિંહ, આર. માધવન અને સંજય દત્ત જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના અનેક રેકોર્ડ તોડી નાખ્યા. ફિલ્મે લગભગ 1186.32 કરોડ રૂપિયાની જબરદસ્ત કમાણી કરી હતી.

2- બોર્ડર 2
બોર્ડર ફિલ્મની સિક્વલ બોર્ડર 2 આ વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સની દેઓલ, વરુણ ધવન અને દિલજીત દોસાંઝ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મ દર્શકોને થિયેટર સુધી લાવવામાં સફળ રહી. અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 1971ના યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ફિલ્મે ભારતમાં લગભગ 450.4 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

3- હનુમાન અંશ
હનુમાન અંશ 7 ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં શોભિનવ સત્યે નીમ કરોલી બાબાની ભૂમિકા ભજવી છે. હનુમાન અંશ માત્ર 2 કરોડ રૂપિયાના બજેટમાં બની છે અને આજે આખી દુનિયામાં પોતાની છાપ છોડી રહી છે. ઓછી બજેટની આ ફિલ્મ ધુરંધર 2 અને બોર્ડર 2 પછી 2026ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી મોટી હિટ ફિલ્મ બની ગઈ છે. Sacnilk મુજબ, હનુમાન અંશ એ બુધવારે એટલે કે 48મા દિવસે 4.00 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન 284.93 કરોડ રૂપિયા થઈ ગયું છે.

4- મિર્ઝાપુર: ધ મૂવી
મિર્ઝાપુર: ધ મૂવી 4 સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ છે. ફિલ્મ પહેલા દિવસથી જ શાનદાર કમાણી કરી રહી છે. તેણે બોક્સ ઓફિસ પર પોતાની મજબૂત પકડ બનાવી રાખી છે. ફિલ્મમાં આ વખતે જૂના પાત્રોની વાપસી થઈ છે, જ્યારે કેટલાક નવા કલાકારો પણ જોવા મળી રહ્યા છે.

OTT પ્લેટફોર્મ પરથી મોટા પડદા પર આવેલી આ ક્રાઇમ ડ્રામા ફિલ્મને રિલીઝ થયાને 20 દિવસ થઈ ગયા છે. Sacnilkના પ્રારંભિક આંકડા મુજબ, 20મા દિવસે મિર્ઝાપુર: ધ મૂવી એ 1.90 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન 223.77 કરોડ રૂપિયા થઈ ગયું છે.
5- ભૂત બંગલા
પ્રિયદર્શનની વધુ એક હોરર કોમેડી ફિલ્મ ભૂત બંગલા એ પણ આ વર્ષે એન્ટ્રી કરી છે. ફિલ્મમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જોડીએ ધમાલ મચાવી દીધી. અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડીવાળી હોરર કોમેડી ભૂત બંગલા એ લગભગ 182.00 કરોડ રૂપિયાની કમાણી કરી. આ ફિલ્મ આ યાદીમાં 5મા નંબરે છે.

6- ધમાલ 4
ધમાલ 4 આ યાદીમાં 6ઠ્ઠા નંબરે છે. ઇન્દ્ર કુમારની આ મલ્ટી-સ્ટારર વાઇલ્ડ કોમેડીમાં અજય દેવગન, રિતેશ દેશમુખ અને અરશદ વારસી મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મે ભારતમાં 167.88 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

7- આવારાપન 2
આ યાદીમાં 7મા નંબરે ઇમરાન હાશમીની ઈમોશનલ એક્શન-થ્રિલર ફિલ્મ આવારાપન 2 છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. Sacnilk મુજબ, ફિલ્મે 150.56 કરોડ રૂપિયાની જબરદસ્ત કમાણી કરી હતી.

8- ટોક્સિક
સાઉથના અભિનેતા યશની આ ડાર્ક એક્શન ફિલ્મને હિન્દી ભાષામાં પણ ઘણો પ્રેમ મળ્યો હતો. ફિલ્મે ભારતમાં 250.03 કરોડ રૂપિયાની કમાણી કરી. જ્યારે માત્ર હિન્દી ભાષામાં ફિલ્મે 178.58 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું.

9- વેલકમ ટુ ધ જંગલ
મલ્ટી-સ્ટારર ફિલ્મ વેલકમ ટુ ધ જંગલ પણ આ વર્ષે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, પરેશ રાવલ, સુનીલ શેટ્ટી, દિશા પટાણી, લારા દત્તા અને રવીના ટંડન જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ 9મા નંબરે છે. ફિલ્મે 134.11 કરોડ રૂપિયાની કમાણી કરી.

10- કોકટેલ 2
શાહિદ કપૂર, રશ્મિકા મંદાના અને કૃતિ સેનન અભિનીત રોમેન્ટિક ડ્રામા કોકટેલ 2 આ યાદીમાં છેલ્લે છે. ફિલ્મે ભારતમાં લગભગ 95.50 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી છે.

આ પણ વાંચો-Richest Actor : 1,630 કરોડથી સીધા 4,000 કરોડ! અમિતાભ બચ્ચનની સંપત્તિમાં તોતિંગ ઉછાળો!