ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા એવા સિતારાઓ છે જેમણે નાની ઉંમરમાં તે મુકામ હાસિલ કરી લીધો છે, જેને મેળવવા માટે ઘણા એક્ટર્સને આખી ઉંમર લાગી જાય છે. આજે અમે એક એવી જ હસીનાની વાત કરવા જઈ રહ્યા છીએ જે 21ની ઉંમરમાં જ બોક્સ ઓફિસ ક્વીન બની ગઈ છે. આ હસીનાએ ટોચની એક્ટ્રેસીસને પણ પાછળ છોડી દીધી છે.
સારા અર્જુનનો બર્થડે
અમે જે એક્ટ્રેસની વાત કરી રહ્યા છીએ તે સારા અર્જુન છે. આજે એટલે કે 18 જૂનના રોજ એક્ટ્રેસ પોતાનો 21મો જન્મદિવસ ઉજવી રહી છે. પ્રખ્યાત એક્ટર રાજ અર્જુનની દીકરી સારા અર્જુને પોતાના કરિયરની શરૂઆત 6 વર્ષની ઉંમરે જ કરી દીધી હતી.
ચાઇલ્ડ આર્ટિસ્ટ બનીને કરી શરૂઆત
જાહેરાતોથી લઈને ફિલ્મો સુધી સારા અર્જુને ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે. વર્ષ 2011 માં આવેલી એક્ટ્રેસની ફિલ્મ 'દેવા થિરુમગલ' ને પ્રશંસકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મમાં સારાએ એક બાળકીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મથી એક્ટ્રેસ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગઈ હતી.
આ ફિલ્મોથી બોલીવુડમાં બનાવી ઓળખ
આ પછી સારાએ ઘણી ફિલ્મોમાં કામ કરીને દર્શકોનું મનોરંજન કર્યું. આમાં સાઉથ ફિલ્મોની સાથે-સાથે હિન્દી ફિલ્મો પણ સામેલ છે. એક્ટ્રેસની ફેમસ ફિલ્મોમાં એક થી ડાયન, જય હો, જઝ્બા, સાંડ કી આંખ અને પોન્નિયિન સેલ્વન: II જેવી ફિલ્મો સામેલ છે.
આ ફિલ્મોથી બની બોક્સ ઓફિસ ક્વીન
સારા અર્જુને મુખ્ય અભિનેત્રી તરીકે ધુરંધરથી અલગ જ ઓળખ બનાવી લીધી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 1,350.83 કરોડનું કલેક્શન કર્યું. વળી આ જ વર્ષે ધુરંધર 2 પણ રિલીઝ થઈ અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 1,813.11 કરોડની કમાણી કરી.
બોલીવુડની ટોપની એક્ટ્રેસની યાદીમાં સામેલ
ધુરંધર અને ધુરંધર 2થી એક્ટ્રેસ બોક્સ ઓફિસની ક્વીન બની ગઈ છે. નાની ઉંમરમાં સારા અર્જુને મોટી-મોટી એક્ટ્રેસીસને પણ પાછળ છોડી દીધી છે. આજે દરેક વ્યક્તિના મોઢે સારા અર્જુનની જ ચર્ચા છે. સારા અર્જુન બોલીવુડની ટોચની એક્ટ્રેસની યાદીમાં સામેલ થઈ ગઈ છે.
આ પણ વાંચો-Casting Couch : 'કપડાં ઉતારો..!' બોલીવુડની આ એક્ટ્રેસીસ પાસે કામના બદલામાં કરવામાં આવી આવી ગંદી ડિમાન્ડ!