બોલીવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાન હંમેશા પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં છવાયેલા રહે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સુપરસ્ટાર ફિલ્મો કરતા વધુ અન્ય કારણોસર જ ટ્રેન્ડિંગમાં બનેલા છે. અભિનેતા ક્યારેક ગુસ્સે થતા તો ક્યારેક રડતા અને પછી એકલા પડતા જોવા મળ્યા. જાણો કે આખરે છેલ્લા કેટલાક દિવસોમાં સલમાન ખાન કેવા સંજોગોમાંથી પસાર થયા જેના કારણે ક્યારેક તેમનો ગુસ્સો ફૂટી નીકળ્યો તો ક્યારેક તેઓ એકલા પડ્યા અને પછી રડી પણ પડ્યા.


સલમાન ખાન નજીકના મિત્રના નિધન પર રડ્યા

ગઈકાલે સલમાન ખાન પોતાના નજીકના પારિવારિક મિત્ર કુમુદ રાણેના અવસાનથી ભાગી પડ્યા હતા. અભિનેતાના કેટલાય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં સુપરસ્ટાર પોતાના પારિવારિક મિત્રના અંતિમ સંસ્કારમાં સામેલ થયા પછી રડતા જોવા મળ્યા. તેમના આ વીડિયોએ ફેન્સને પણ દુઃખી કરી દીધા. કેટલાય ફેન્સે લખ્યું કે તેઓ સલમાન ખાનને રડતા જોઈ શકતા નથી.


સલમાન ખાનનો પેપ્સ પર ભડકવાનો વીડિયો થયો હતો વાયરલ

આ પહેલા સલમાન ખાનનો પેપ્સ પર ગુસ્સો કરવાનો વીડિયો વાયરલ થયો હતો. અભિનેતા, હિન્દુજા હોસ્પિટલમાં પોતાના કોઈ નજીકના સંબંધીને જોવા માટે પહોંચ્યા હતા. ત્યાં જેવા જ અભિનેતા હોસ્પિટલની બહાર નીકળ્યા, કેટલાક ફોટોગ્રાફર્સે તેમનું ધ્યાન ખેંચવા માટે ભાઈ ભાઈ બૂમો પાડવાનું શરૂ કરી દીધું. આ જોઈને સલમાન ખાન ગુસ્સાથી લાલચોળ થઈ ગયા અને તેમણે પેપ્સને ખૂબ ખરી-ખોટી સંભળાવી દીધી.


તેમણે ત્યાં સુધી પૂછ્યું કે જો તેમના પરિવારના કોઈ સભ્ય હોસ્પિટલમાં દાખલ હોત તો તેઓ કેવું રિએક્શન આપત. આનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. બાદમાં સલમાન ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પણ પેપ્સને ચેતવણી આપી હતી કે તેમણે મીડિયાને હંમેશા સપોર્ટ આપ્યો છે પરંતુ કોઈની મુશ્કેલ પળોની મજા ન લો.

સલમાન ખાને એકલતાને લઈને કરી હતી પોસ્ટ

આ પહેલા સલમાન ખાને એકલતાને લઈને કરેલી પોસ્ટ ચર્ચામાં આવી ગઈ હતી. અભિનેતાએ પોતાની તસવીર શેર કરતા પોસ્ટમાં લખ્યું હતું, પોતાની સાથે રહેવાના બે રસ્તા છે, એકલા રહેવું અને એકલતા અનુભવવી. એકલા રહેવું એ તમારી પસંદગી છે અને એકલતા ત્યારે અનુભવાય છે જ્યારે કોઈ તમારી સાથે રહેવા ન માંગતું હોય... હવે આનાથી આગળ, તમારે પોતે નક્કી કરવાનું છે કે તમારે શું કરવું છે.
https://www.instagram.com/reel/DYiEiIMTQn4/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

એકલતાની પોસ્ટ પર આપી હતી સ્પષ્ટતા

સલમાન ખાનની એકલતાની આ પોસ્ટથી ફેન્સની ચિંતા વધી ગઈ હતી અને કેટલાય ફેન્સને લાગવા માંડ્યું હતું કે આ ઉંમરે સલમાન ખાનને એકલતા સતાવી રહી છે. જો કે બાદમાં અભિનેતાએ ફરીથી પોસ્ટ કરીને આના પર સ્પષ્ટતા આપી હતી. સલમાન ખાને ક્લિયર કર્યું હતું કે તેઓ એકલા નથી. તેમણે લખ્યું, અરે યાર, હું મારા વિશે વાત નહોતો કરી રહ્યો.


જ્યારે મારી પાસે આટલો મોટો અને વહાલસોયો પરિવાર અને મિત્રો છે, તો હું એકલો કેવી રીતે હોઈ શકું? અને જ્યારે મારી પાસે તમે લોકો છો, તમારી દુઆઓ અને શુભેચ્છાઓ છે, તો હું સૌથી મોટો કૃતજ્ઞ છું. તેમણે આગળ જણાવ્યું કે આ પોસ્ટ એટલા મોટા સમાચાર બની ગઈ કે તેમના માતા સલમા ખાન પણ તેમને લઈને પરેશાન થઈ ગયા હતા. સલમાને લખ્યું, ક્યારેક લોકોની સાથે રહીને કંટાળી જાઉં છું, તેથી મને થોડો મી ટાઈમ છે, બસ... આ વખતે કોઈ ફોટો ન આવ્યો, બ્રેકિંગ ન્યૂઝ બનાવી દીધા, મમ્મી પૂછી રહી છે, શું થયું બેટા? ચિલ કરો યાર.

આ પણ વાંચો- Alphનું ધાંસુ ટીઝર રિલીઝ! 34મા માળે આલિયા ભટ્ટે ખેલ્યો લોહીયાળ ખેલ, બોબી દેઓલનો લુક પણ છવાયો!

  • Follow us on: