સસ્પેન્સ-થ્રિલર ફિલ્મોની અલગ જ ફેન-બેસ હોય છે. લોકો આવી ફિલ્મો જોવા માટે ખૂબ ઉત્સાહિત રહે છે. આજે અમે તમને એવી જ સસ્પેન્સથી ભરપૂર ફિલ્મ વિશે જણાવીએ છીએ, જેને જોઈને આશ્ચર્યચકિત થઈ જશો. આ ફિલ્મનું નામ છે કિષ્કિંધી કાંડમ. ફિલ્મને શાનદાર રિવ્યૂ મળ્યા હતા અને પોઝિટિવ વર્ડ ઓફ માઉથના કારણે તેની કમાણીમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો.
કિષ્કિંધી કાંડમને મળી છે આ રેટિંગ
આ ફિલ્મ 2024માં રિલીઝ થઈ હતી. ફિલ્મનું દિગ્દર્શન દિન્જિત અય્યથન દ્વારા કરવામાં આવ્યું છે અને તેનો સ્ક્રીનપ્લે બહુલ રમેશે લખ્યો છે. ફિલ્મનો રનટાઈમ 2 કલાક 5 મિનિટ છે. IMDB પર ફિલ્મને 8 રેટિંગ મળી છે. ફિલ્મમાં આસિફ અલી અને અપરણા બાલમુરલી જેવા સ્ટાર્સ નજરે પડે છે. ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર મુજીબ મજીદ છે. ફિલ્મનું મ્યુઝિક ખૂબ જ સસ્પેન્સફુલ છે, જે દર્શકોને ફિલ્મ સાથે જોડીને રાખે છે.
ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન
રિપોર્ટ્સ મુજબ, ફિલ્મનું બજેટ આશરે 7 કરોડ રૂપિયા હતો. ફિલ્મે વર્લ્ડવાઈડ અંદાજે 75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. કમાણીના મામલે ફિલ્મે અનેક રેકોર્ડ તોડી નાખ્યા હતા અને ઇતિહાસ રચ્યો હતો. ફિલ્મ બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ હતી.
ફિલ્મની કહાની
ફિલ્મની કહાની એક નિવૃત્ત આર્મી ઓફિસરના જીવનની છે. તેમાં આ રિટાયર્ડ ઓફિસરની લાયસન્સવાળી બંદૂક ખોવાઈ થઈ જાય છે. ત્યારબાદ પરિવારના બધા સભ્યો મળીને તે બંદૂક શોધવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન કહાનીમાં અનેક ટ્વિસ્ટ અને ટર્ન આવે છે. ફિલ્મ કેરળના જંગલોમાં બનેલી એક રહસ્યમય કહાની રજૂ કરે છે. ફિલ્મ શરૂઆતથી અંત સુધી તમને સ્ક્રીન સાથે બાંધી રાખે છે અને સીટ પરથી ઊભા થવા નથી દેતી. ફિલ્મનો ક્લાઈમેક્સ ખાસ કરીને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. સાથે જ ફિલ્મમાં કલાકારોની અભિનયની પણ ઘણી પ્રશંસા થઈ હતી.
OTT પર અહીં જુઓ ફિલ્મ
આ ફિલ્મ તમે જિયો હોટસ્ટાર પર જોઈ શકો છો. ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ તેમજ તેની મૂળ મલયાલમ ભાષામાં ઉપલબ્ધ છે.
આ પણ વાંચો- સની પાજીનો અસલી પાવર! બોર્ડર 2 એ 6 દિવસમાં તોડ્યા 6 મોટા રેકોર્ડ્સ, બોક્સ ઓફિસ પર મચાવી તબાહી!