આમિર ખાન પોતાની લવ લાઈફના કારણે ફરી એકવાર ચર્ચામાં છે. એક્ટરે ગૌરી સ્પ્રેટ સાથેના રિલેશનશિપને લઈને ખુલીને વાત કરી હતી. ત્યારપછી બંને સાથે જ જોવા મળે છે. હાલમાં, જ આમિર ખાનની અપકમિંગ ફિલ્મ સિતારે જમીન પરના પ્રિમીયર પર ગૌરી તેની સાથે જોવા મળી હતી. ગૌરીની સાથે મીડિયાની સામે પોઝ આપતા સમયે બંને એકબીજાનો હાથ પક્ડયો હતો. તેમજ તેની સાથે તેનો પુત્ર આઝાદ પણ ત્યાં હાજર હતા.


આમિર ખાનની મોસ્ટ એન્ટિસિપેટેડ ફિલ્મ સિતારે જમીન પર 20 જૂને થિયેટરોમાં રિલીઝ થવાની છે એટલે કે આજે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. ટ્રેલર રિલીઝ પછી ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હાલમાં, જ એક્ટર ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે દરમિયાન, એક્ટર ફિલ્મની સ્ક્રીનિંગમાં ગૌરી સાથે આવ્યો હતો તેની સાથે તેનો પુત્ર આઝાદ રાવ ખાન પણ હાજર રહ્યો હતો. ત્રણે સાથે પોઝ આપ્યો હતો.


પુત્ર આઝાદ પણ હતો હાજર

તે સમય દરમિયાન એક્ટરે વ્હાઈટ કુર્તો પહેર્યો હતો. તેમજ ગૌરી ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. આ પ્રીમિયરમાં તેની પુત્રી ઈરા ખાન પતિ નુપુર શિખર સાથે આવી હતી. તેમજ આમિર ખાનનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટર ગૌરી સાથે પોઝ આપતો જોવા મળે છે.

જેનેલિયા ડિસુઝા પણ છે ફિલ્મમાં

ફિલ્મની વાત કરીએ તો, આ ફિલ્મમાં આમિર ખાનની સાથે જેનેલિયા ડિસુઝા જોવા મળશે. આમિર ખાન આ ફિલ્મથી 3 વર્ષ પછી થિયેટરમાં વાપસી કરી રહ્યો છે. ગૌરીની વાત કરીએ તો, એક્ટરે પોતાના 60માં જન્મદિવસ પર પોતાની રિલેશનશિપને ઓફિશિયલ કર્યું હતું.


  • Follow us on: