બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ, આમિર ખાન, ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવ્યા છે. તેમણે તાજેતરમાં જ પોતાની ગર્લફ્રેન્ડ, ગૌરી સ્પ્રેટ પ્રત્યે પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. આમિરે કહ્યું હતું કે, તેના દિલમાં, તે પહેલાથી જ ગૌરી સાથે લગ્ન કરી ચૂક્યો છે.
બંને લિવ-ઇન રિલેશનશિપમાં!
આમિર અને તેની ગર્લફ્રેન્ડ ગૌરી હાલમાં મુંબઈના એક સુંદર એપાર્ટમેન્ટમાં સાથે રહે છે. તેઓ ઘણા સમયથી સાથે છે. 2025 માં, તેના 60મા જન્મદિવસ પર, આમિરે ગૌરીને તેની ગર્લફ્રેન્ડ તરીકે જાહેરમાં રજૂ કરી.
દિલથી લગ્ન કરવાની વાત કરી
આમિર ખાને એક ઇન્ટરવ્યુમાં ગૌરી સાથે લગ્ન કરવાની પોતાની દિલની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેના ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આમિરે એમ પણ કહ્યું હતું કે તેઓ કાયદેસર રીતે લગ્ન કરશે કે નહીં તે પછીથી નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેમનો સંબંધ ખૂબ જ મજબૂત છે અને તેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે.
આમિરના પહેલા 2 વાર લગ્ન કરી ચૂક્યો છે...
ગૌરી પહેલા આમિર ખાન બે વાર લગ્ન કરી ચૂક્યા છે. તેમની પહેલી પત્ની રીના દત્તાથી તેમને બે બાળકો અને બીજી પત્ની કિરણ રાવથી એક પુત્ર છે. કિરણથી અલગ થયા પછી, ગૌરી તેમના જીવનમાં આવી, અને આ કપલ એકબીજા પ્રત્યે ખૂબ ગંભીર બની ગયું છે.
આ પણ વાંચો- Suryakumar Yadav : 'હું 500 કરોડનો કેસ કરીશ...!' સૂર્યકુમાર યાદવ અને ખુશી મુખર્જીનો વિવાદ વકર્યો!