રિયાલિટી શો લોકઅપ સચ યા સઝાના દરેક જજમેન્ટ ડેના દિવસે મોટો ધમાકો થાય છે. આ દરમિયાન ટીવી એક્ટર રામ કપૂરે પણ શોમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેઓ ઘરથી બેઘર થવા માટે નોમિનેટ થયા હતા. તેવામાં પોતાની જાતને સિક્યોર કરવા માટે તેમણે પોતાની એક લાઈફ લાઈનનો ઉપયોગ કર્યો, જેના પછી તેમનું એક એવું સત્ય સામે આવ્યું જે માત્ર તેમની પત્ની ગૌતમી કપૂર જ જાણતી હતી, ત્યાં સુધી કે તેમના બાળકો પણ જાણતા નહોતા.

રામ કપૂરે વર્ષો બાદ કર્યો મોટો ખુલાસો

રામ કપૂરે ફરાહ ખાન અને રિતેશ દેશમુખને જ નહીં પરંતુ પૂરી દુનિયાની સામે પોતાનું સત્ય કહ્યું. રામ કપૂરે જ્યારે પોતાની સ્ટોરી જણાવી તો બધા કન્ટેસ્ટન્ટ્સ ઇમોશનલ થઈ ગયા હતા. રામ કપૂરે જણાવ્યું કે તેઓ બોર્ડિંગ સ્કૂલમાં ભણી ચૂક્યા છે અને જ્યારે આઠમા ધોરણમાં હતા ત્યારે તેમની ઉંમર 13 વર્ષની હતી. સ્કૂલથી આવ્યા પછી જ્યારે તેઓ બેડરૂમમાં ગયા ત્યારે તેમના એક મિત્રએ, જે દસમા ધોરણમાં ભણતો હતો, તેણે બ્લેન્કેટમાં રામ કપૂર સાથે કંઈક એવી હરકત કરી જેનાથી તેઓ ટ્રોમામાં જતા રહ્યા હતા.
https://www.instagram.com/reel/Dap9XsbDoX6/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

રામ કપૂરે ત્યારે તે સમયે કંઈ જ ન કહ્યું કારણ કે ત્યાં રૂમમાં 30-40 લોકો હાજર હતા. પરંતુ તક મળતા જ તેમણે પોતાના મિત્રને જણાવ્યું કે જે કંઈ પણ થયું તે તેમને પસંદ નથી આવ્યું. તે વ્યક્તિએ રામ કપૂર પાસે માફી માગી અને તેને ખુબ સંભાળ્યા પણ ખરા. રામ કપૂરને તે ઘટનાએ ખુબ મોટો પાઠ શીખવ્યો, તેમણે LGBTQ ને સમજ્યા અને તે પછી ક્યારેય તેમનાથી ડર ન લાગ્યો.

પત્ની ગૌતમી કપૂરને ખબર હતું આ સિક્રેટ

રામ કપૂરે એવું પણ કહ્યું કે આ સિક્રેટ માત્ર તેમની પત્ની ગૌતમી કપૂરને જ ખબર હતું. રામ કપૂરનું આટલું મોટું સત્ય દુનિયાની સામે આવ્યા પછી ફરાહ ખાન અને રિતેશ દેશમુખે રામ કપૂરને ગળે લગાવી દીધા. આ દરમિયાન બધા ઇમોશનલ પણ થઈ ગયા હતા.

આ પણ વાંચો-Taarak Mehta ફેમ શૈલેષ લોઢાએ પોતાની દીકરીના લગ્નમાં કર્યો જોરદાર ડાન્સ, સિંગિંગથી પણ જમાવી મહેફિલ!