મલાઇકા અરોરા આ દિવસોમાં પોતાની વ્યક્તિગત જિંદગીને લઈને ફરી ચર્ચામાં છે. લોકોનું માનવું છે કે અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થયા પછી હવે અભિનેત્રી જીવનમાં આગળ વધી ગઈ છે અને તેની જિંદગીમાં નવા પ્રેમે પ્રવેશ કર્યો છે. મલાઇકાની એક વ્યક્તિ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેના પછી લોકો અંદાજ લગાવી રહ્યા છે કે અભિનેત્રીએ પોતાના નવા પ્રેન સાથે ઇટાલીમાં વેલેન્ટાઇન દિવસ ઉજવ્યો હતો?
શું મલાઇકાએ ઇટાલીમાં વેલેન્ટાઇન દિવસ ઉજવ્યો?
એક યુઝર્સ મલાઇકાની અને તે મિસ્ટ્રી મેન સાથેની એક તસવીર શેર કરી અને લખ્યું, ટ્રેવી ફાઉન્ટેન પાસે મલાઇકાનો વેલેન્ટાઇન? 14 ફેબ્રુઆરીએ ટ્રેવી ફાઉન્ટેન પર મલાઇકા અરોરાને તેના મિત્ર સાથે જોવામાં આવી...તસવીરમાં તે મિસ્ટ્રી મેન ટ્રેવી ફાઉન્ટેન સામે મલાઇકા સાથે પોતાનો ફોટો લેતા જોઈ શકાય છે. જોકે ઘણા લોકો એવો અંદાજ પણ લગાવી રહ્યા છે કે શક્ય છે આ તસવીર પ્રચાર માટે બનાવવામાં આવી હોય. મલાઇકાએ આ તસવીર અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ગયા વર્ષે પણ મિસ્ટ્રી મેન સાથેના ફોટા વાયરલ થયા હતા
ગયા વર્ષે મુંબઈમાં એક સંગીત કાર્યક્રમ દરમિયાન મલાઇકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે મિસ્ટ્રી મેન સાથે વાત કરતી દેખાઈ હતી. આ વીડિયોથી તરત જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી અને તેમના સંબંધ અંગે અફવાઓ ફેલાઈ ગઈ હતી. મલાઇકા સાથે દેખાયેલો આ મિસ્ટ્રી મેન 33 વર્ષીય ડાયમંડ મર્ચન્ટ હર્ષ મહેતા છે. જોકે આ દાવાઓની પુષ્ટિ થઈ નથી.
મલાઇકાએ મિસ્ટ્રી મેન અંગે તોડ્યું હતું મૌન!
આ વર્ષની શરૂઆતમાં નમ્રતા ઝકારિયા કાર્યક્રમમાં વાતચીત દરમિયાન મલાઇકાએ આ મિસ્ટ્રી મેન અંગે મૌન તોડ્યું હતું. તેણે કહ્યું હતું, લોકોને વાતો કરવી ગમે છે. જો તમને કોઈ સાથે જોવામાં આવે, તો તમે બહાર જાઓ અને તે મોટી ચર્ચા બની જાય છે. હું બિનજરૂરી ચર્ચાને વધારે મહત્વ આપવું નથી ઇચ્છતી. હું એવું કરવું નથી માગતી કારણ કે તેનો કોઈ અર્થ નથી.

તેણે આગળ કહ્યું, મારો વિશ્વાસ કરો, જ્યારે પણ હું બહાર નીકળું છું, ભલે તે જૂનો મિત્ર હોય, લગ્નિત મિત્ર હોય કે કોઈ પણ હોય, હું તરત જ તે વ્યક્તિ સાથે જોડાઈ જાઉં છું. અમે આ વાત પર હસી લઈએ છીએ. મારી માતાએ મને ફોન કર્યો અને પૂછ્યું, આ હવે કોણ છે, બેટા? તેઓ કોણ વિશે વાત કરી રહ્યા છે? હવે તો આ વાત માત્ર મજાક બની ગઈ છે.
આ પણ વાંચો- Mirzapurના તે કલાકારો હવે ક્યાં? કોઈનું નિધન થયું તો કોઈએ ગ્લેમર વર્લ્ડને કહી દીધું બાય-બાય!