બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણા સ્ટાર્સ જેમણે કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડત આપી છે. જેમાં હિના ખાન અને દીપિકા ક્ક્કપ બાદ હવે આ યાદીમાં અભિનેત્રી તનિષ્ઠા ચેટર્જીનું નામ પણ ઉમેરાયું છે. તેણે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ પોસ્ટ કરીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. તેણે જણાવ્યું કે તે સ્ટેજ 4 ઓલિગો મેટાસ્ટેટિક કેન્સરથી પીડિત છે. આ સાથે તેણે તેના ફોટા પણ શેર કર્યા. જેને જોઈને યુઝર્સ પણ ભાવુક થઈ ગયા હતા. અભિનેત્રીના વાળ ખરતા જોવા મળ્યા અને તે હસતી હતી. તનિષ્ઠાએ કહ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં તેનો પરિવાર અને મિત્રો તેની સૌથી મોટી તાકાત છે.


તનિષ્ઠા ચેટર્જી 8 મહિનાથી કેન્સર સામે ઝઝૂમી

તનિષ્ઠા ચેટર્જીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. તેણીએ લખ્યું હતું કે, છેલ્લા 8 મહિના મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. હાલમાં જ કેન્સરને કારણે મારા પિતાનું અવસાન થયું અને હવે મને પણ આ રોગ હોવાનું નિદાન થયું છે. તનિષાએ આગળ કહ્યું હતું કે મારી આ પોસ્ટ કોઈ પીડા કે દુ:ખ વિશે નથી પરંતુ તે પ્રેમ અને શક્તિની કહાની છે. આનાથી ખરાબ કંઈ હોઈ શકે નહીં. એક 70 વર્ષની માતા અને 9 વર્ષની પુત્રી. બંને સંપૂર્ણપણે મારા પર નિર્ભર છે.

કેન્સર જેવી જીવલેણ બીમારીમાં મિત્રોનો પ્રેમ મળ્યો

કેન્સર સામે લડતી વખતે તનિષાએ આગળ કહ્યું હતું કે, 'મને મારા મિત્રો અને પરિવાર તરફથી સૌથી મુશ્કેલ સમયમાં અપાર પ્રેમ મળ્યો છે. તેમના અવિરત સમર્થનથી સૌથી મુશ્કેલ દિવસોમાં પણ મારા ચહેરા પર ખરું સ્મિત આવ્યું છે. આજના યાંત્રિક વિશ્વમાં માનવજાતની સાચી સહાનુભૂતિ અને માનવતા જ મને બચાવી રહી છે. તનિષાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કેટલાક ખાસ મિત્રોનો પણ ઉલ્લેખ કર્યો છે. આમાં શબાના આઝમી, દિયા મિર્ઝા, કોંકણા સેન શર્મા, દિવ્યા દત્તા, રિચા ચઢ્ઢા, સહાના ગોસ્વામી, અલી ફઝલ અને સુનિતા રાજવાર જેવા કલાકારોનો સમાવેશ થાય છે. તેણીએ ખાસ કરીને તેના મહિલા મિત્રોનો તેમના ખાસ સમર્થન બદલ આભાર માન્યો છે. હવે લોકો તનિષાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ફેન્સે તેણીને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી રહ્યા છે. તેઓ તેણીની હિંમતભરી કહાની માટે તેણીને પ્રેરણા પણ આપી રહ્યા છે.


  • Follow us on: