કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાનું અવસાન 27 જૂને કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું. પત્નીના નિધન પછી પતિ પરાગ ત્યાગી અને તેમનો પરિવાર શોકમાં છે. શેફાલીના નિધન પછી પરાગ ત્યાગીએ સોશિયલ મીડિયામાં એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી, જેમાં તે પત્નીને યાદ કરી રહ્યા હતા.જો કે હવે તેમણે એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં શેફાલીનો દિકરો તેમના નામે દાન પુણ્ય કરતો દેખાય છે. પરંતુ પરાગ ત્યાગી કોના પર ગુસ્સે થયા?


પરાગ ત્યાગીએ 8 કલાક પહેલા એક વીડિયો શેર કર્યો હતો. જેમાં રસ્તાના કિનારે બેઠેલા લોકોને ભોજન આપતા જોવા મળી રહ્યા છે. આ સમય દરમિયાન, વૃદ્ધ મહિલાઓ તેમના દિકરાને આર્શીવાદ આપતી જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે સિમ્બા મમ્મી માટે દાન પુણ્ય કરી રહ્યો છે અને બધી ફરજો નિભાવી રહ્યો છે.

કોના પર ગુસ્સે થયા પરાગ ત્યાગી?


શેફાલી જરીવાલા અને પરાગ ત્યાગીના લગ્ન 12 ઓગસ્ટ, 2014માં થયા હતા. જે કે બંનેને કોઈ બાળક ન હોતું. એક્ટ્રેસ પાસે એક ડોગ હતો જેનું નામ સિમ્બા છે. જો કે થોડા દિવસો પહેલા ખબરો આવી હતી કે શેફાલીના નિધન પછી તેમના ડોગની તબિયત બગડી હતી પછી થી પરાગ ત્યાગીએ આ ખબરોને ખોટી ગણાવી હતી. તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી લખ્યું- સિમ્બાની તબિયત બરાબર છે અને તે તેની માતા માટે કરવામાં આવતી દરેક ફરજોને નિભાવી રહ્યો છે.

તેમજ તેઓ આગળ કહે છે કે, આ વીડિયો સ્પેશલ એમના માટે છે જે આમારા બાળક માટે સાચે ચિંતિત છે. કારણ કે એવા ઘણા બે-દિલ લોકો છે જે અમારા બાળકને લઈને હેલ્થ વિશે ખોટી ખબરો ફેલાવી રહ્યા છે, જેનાથી તેમને વ્યૂ મળે અને લાઈક મળે. જે લોકો સિમ્બા માટે ચિંતિત છે તે લોકોનો આભાર સિમ્બાની તબિયત એકદમ સારી છે.

ડોગને દિકરો માનતી હતી શેફાલી

શેફાલી પોતાના ડોગથી ખૂબ જ પ્રેમ કરતી હતી તે સિમ્બાને પોતાના બાળકને જેમ રાખતી હતી અને તેને બાળક જ માનતી હતી. પરાગે સિમ્બા સાથે મળીને રસ્તાના કિનારે બેઠેલા ગરીબ લોકોને ભોજન આપ્યું હતું.


  • Follow us on: