ગુજરાતના અમદાવાદમાં પ્લેન ક્રેશ થતાં 241 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાથી દેશ અને દુનિયામાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે બોલીવુડ સેલબ્સે પોસ્ટ કરીને પોતાનું દુ:ખ વર્ણવ્યું હતું ત્યારે હવે પાકિસ્તાનના સ્ટાર્સે પર આ ઘટના પર પોસ્ટ કરીને દુ:ખદ ગણાવી છે. આ સાથે જ હાર્ટનું તૂટેલું ઈમોજી શેર કરીને વ્યક્ત કર્યું છે કે, દિલને હચમાવી દે તેવી ઘટના...


માહિરા ખાને વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું

અમદાવાદ વિમાન દુર્ઘટના પર પાકિસ્તાની સેલેબ્સની પ્રતિક્રિયા શેર કરી છે. પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં બ્લેક બેકગ્રાઉટ સાથે તૂટેલા હૃદયનું ઈમોજી પોસ્ટ કર્યું અને લખ્યું હતું કે, જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને તેમના પ્રિયજનો ગુમાવ્યા તેમના માટે પ્રાર્થના. હૃદયદ્રાવક.


હાનિયા આમિરે દુઃખ વ્યક્ત કર્યું

પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરે પણ પોસ્ટ કરીને વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણીએ પોસ્ટમાં લખ્યું હતું કે, 'એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. મારા વિચારો અને પ્રાર્થનાઓ બધા અસરગ્રસ્ત લોકો સાથે છે. પીડિતને શાંતિ મળે અને તેના પરિવારને શક્તિ મળે.'

પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકે કરી આ પોસ્ટ

પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકેને પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. માવરા હોકેને લખ્યું હતું કે, એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના વિનાશક સમાચાર, અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા એ તેમના પ્રિયજનોની સ્થિતિની કલ્પના પણ કરી શકાતી નથી. હૃદયદ્રાવક, અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના, ધીરજ માટે પ્રાર્થના.'


  • Follow us on: