અંબાણીના ગણેશોત્સવમાં જોવા મળેલી કેટરીના કૈફના પ્રેગ્નેન્સી બાદ વધેલા વજનને લઈને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેને ટ્રોલ કરી હતી. બીજી તરફ, તાજેતરમાં સલમાન ખાને બિગ બોસ 20ના વીકએન્ડ કા વારમાં સેલિબ્રિટીઓને બોડી શેમિંગ કરનારા ટ્રોલર્સને જોરદાર જવાબ આપ્યો હતો. આ મુદ્દાને કારણે ફરી એકવાર પ્રેગ્નેન્સી બાદ મહિલાઓના વધતા વજનને લઈને થતી ટ્રોલિંગ પર ચર્ચા શરૂ થઈ છે. સલમાન ખાનની સાથે ઘણા લોકોએ આવી ટ્રોલિંગ કરનારા લોકોની ટીકા કરી છે.

ઐશ્વર્યા રાયને પણ કરવામાં આવી હતી ટ્રોલ

જોકે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સેલિબ્રિટીઓ સાથે થતી આવી ટ્રોલિંગ કોઈ નવી વાત નથી. 14 વર્ષ પહેલા જ્યારે દુનિયાની સુંદર અભિનેત્રીઓમાંની એક ઐશ્વર્યા રાય બચ્ચને દીકરી આરાધ્યાને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ 2012માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી, ત્યારે પણ લોકોએ તેમના વધેલા વજનને લઈને અનેક પ્રકારની વિચિત્ર વાતો કરી હતી.
Aishwarya Rai postpartum (1)

14 વર્ષ પહેલા પણ શરૂ થઈ હતી ચર્ચા

નવેમ્બર 2011માં પોતાની દીકરી આરાધ્યાને જન્મ આપ્યા બાદ ઐશ્વર્યા રાય બચ્ચન 2012માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. ત્યાંની તસવીરો વાયરલ થયા બાદ પ્રેગ્નેન્સી પછી વધેલા વજનને કારણે તેમને લોકોની ભારે ટીકા અને બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો હતો. પ્રેગ્નેન્સી બાદ મીડિયા અને સોશિયલ મીડિયા પર લોકોએ ઐશ્વર્યાની ઘણી ટીકા કરી હતી, કારણ કે તે તરત જ પોતાના જૂના ફિગરમાં પાછી ફરી શકી નહોતી. તેમની તસવીરો મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી હતી, જેના કારણે નવી માતાના દેખાવને લઈને ઉગ્ર ચર્ચા શરૂ થઈ હતી.
Aishwarya Rai postpartum (2)

ઐશ્વર્યા રાયે આપ્યો હતો જવાબ

ટ્રોલર્સને લઈને ઐશ્વર્યાએ ખૂબ જ શાંત અને ગૌરવપૂર્ણ વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે વજન વધવું અને શરીરમાં ફેરફાર થવો માતા બન્યા પછીની સ્વાભાવિક પ્રક્રિયાનો એક ભાગ છે. તેમણે કહ્યું હતું કે પોતાને છુપાવવા કે સાઇઝ ઝીરો જેવી બનાવટી સુંદરતાની અપેક્ષાઓ સામે ઝૂકવાને બદલે તેઓ પોતાના બાળક સાથે વાસ્તવિક જીવન જીવવામાં વ્યસ્ત હતાં.
Aishwarya Rai postpartum (3)

ઈન્ડસ્ટ્રીના લોકોએ કર્યો હતો સપોર્ટ

રવીના ટંડન અને સ્વરા ભાસ્કર જેવી અભિનેત્રીઓએ તે સમયે ઐશ્વર્યાએ આપેલા જવાબની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે ઐશ્વર્યાએ સૌની સામે આવીને નવી માતાઓને પણ આત્મવિશ્વાસ આપ્યો હતો.

સલમાન ખાને ટ્રોલર્સને આપ્યો જોરદાર જવાબ

તાજેતરમાં સલમાન ખાને વીકએન્ડ કા વારમાં સેલિબ્રિટીઓના વજન અને બોડી શેમિંગને લઈને ટ્રોલર્સને જોરદાર ઠપકો આપ્યો હતો. જોકે, તેમણે કોઈનું નામ લીધું નહોતું, પરંતુ કહ્યું હતું કે આ ખૂબ જ વિચિત્ર વાત છે કે લોકો મહિલા સેલિબ્રિટીઓના પ્રેગ્નેન્સી બાદ વધેલા વજનને લઈને ખરાબ કોમેન્ટ કરે છે. માતા બન્યા બાદ વજન વધે છે અને જ્યારે તેઓ ફરી સ્ક્રીન પર આવશે ત્યારે પોતાના ફિગરમાં પાછા આવી જશે. પરંતુ આ પ્રકારની વાતો બિલકુલ સારી નથી. આ ઉપરાંત તેમણે સેલિબ્રિટીઓ અને પોતાના વજનને લઈને થતી ટ્રોલિંગનો પણ જોરદાર જવાબ આપ્યો હતો.

Aishwarya Rai postpartum (4)

સલમાન ખાને અવાજ ઉઠાવ્યા બાદ આજે આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે, પરંતુ મહિલા સ્ટાર્સ વર્ષોથી આવી ટીકાનો સામનો કરતી આવી છે. પછી ભલે તે મિસ વર્લ્ડ જ કેમ ન રહી હોય. કદાચ હવે આ બાબતને ગંભીરતાથી સમજવાનો અને નવી માતા બનેલી મહિલાઓ પ્રત્યે સંવેદનશીલ વિચારસરણી અપનાવવાનો સમય આવી ગયો છે.

આ પણ વાંચો-Bigg Boss 20: કેટરીના કૈફને ટ્રોલ કરનારાઓ પર ભડક્યા સલમાન ખાન, આપ્યો સણસણતો જવાબ!