બોલીવુડ એક્ટર અક્ષય કુમાર આ દિવસોમાં પોતાની ફિલ્મ ભૂત બંગલાને લઈને ચર્ચામાં છે. આજકાલ તે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેની આ હોરર કોમેડી ફિલ્મના પેડ પ્રિવ્યૂ 16 એપ્રિલથી શરૂ થઈ ગયા છે. ફિલ્મની સાથે સાથે અક્ષય કુમાર ટીવી ક્વિઝ રિયાલિટી શો વ્હીલ ઓફ ફોર્ચ્યુનને પણ હોસ્ટ કરી રહ્યો છે. આ શો દરમિયાન ખેલાડી કુમારે જણાવ્યું કે છેલ્લા 15 વર્ષથી તેણે સમોસાથી અંતર જાળવી રાખ્યું છે.
અક્ષય કુમારે 15 વર્ષથી નથી ખાધું એક પણ સમોસું
શો દરમિયાન કન્ટેસ્ટન્ટ વિધિ ભારાણીએ અક્ષય કુમારને સીધો સવાલ કર્યો, સર, શું એ સાચું છે કે તમે છેલ્લા 15 વર્ષથી એક પણ સમોસું નથી ખાધું? અક્ષયે હસતા હસતા જવાબ આપ્યો, વ્હોટ્સ રોંગ વિથ ધેટ? (તેમાં ખોટું શું છે?) ત્યારબાદ જ્યારે વિધિએ પૂછ્યું કે આટલું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ કેવી રીતે છોડી શકાય, તો અક્ષય કુમારે તેનું અસલી કારણ જણાવ્યું. તેણે સ્પષ્ટ કર્યું કે આ ડાયટિંગ કે વજન વધવાનો મુદ્દો બિલકુલ નથી.
અક્ષય કુમારે જણાવ્યું અસલી કારણ
અક્ષય કુમારે કહ્યું, મેં ડાયટિંગ કે વજન વધવાની ચિંતાને કારણે સમોસા ખાવાનું નથી છોડ્યું, પરંતુ સમોસા ખાવાથી મને એસિડિટી થઈ જાય છે. તેથી મારે પોતાને તેનાથી દૂર રાખવો પડે છે, જેથી કોઈ પ્રકારની પરેશાની ન થાય. અક્ષયે વાતચીત દરમિયાન એક રમુજી કિસ્સો પણ શેર કર્યો. તેણે કહ્યું, જ્યારે હું જબ તક રહેગા સમોસે મેં આલૂ ગીત શૂટ કરી રહ્યો હતો, ત્યારે પણ મેં એક પણ સમોસું ખાધું નહોતું. આ વાત સાંભળીને શોમાં હાજર લોકો હસી પડ્યા હતા.
હેલ્થ કોન્શસ છે અક્ષય કુમાર
અક્ષય કુમાર 59 વર્ષના છે, પરંતુ તેમની ફિટનેસ જોઈને કોઈ પણ હેરાન રહી જાય છે. તે સંપૂર્ણપણે હેલ્થ કોન્શસ છે. ખેલાડી કુમાર પોતાને ખૂબ જ ફિટ રાખે છે અને હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરે છે. અક્ષય ઘણીવાર જણાવી ચૂક્યા છે કે તે સમયસર સૂઈ જાય છે અને સવારે સૂરજ ઉગતા પહેલા ઉઠી જાય છે. તે અવારનવાર સાંજે 7 વાગ્યા પહેલા જ પોતાનું ડિનર કરી લે છે.
આ પણ વાંચો- Akshay Kumarની એ ફિલ્મ જેણે બજેટ કરતા ત્રણ ગણીથી વધુની કમાણી કરી, રાતોરાત અપાવી મોટી સફળતા!