હોલીવુડ એક્શન ફિલ્મ અને કલ્ટ એક્શન ફ્રેન્ચાઇઝ 'જોન વિક' ની સ્પિનઓફ, બેલેરીનાએ માત્ર એક અઠવાડિયામાં વિશ્વભરમાં 100 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આમ છતાં, આ ફિલ્મ અક્ષય કુમારની કોમેડી ફિલ્મ 'હાઉસફુલ 5' થી પાછળ રહી ગઈ છે.
તો પહેલા 'બેલેરીના' ની અત્યાર સુધીની કમાણી વિશે જાણીએ. ત્યારબાદ જાણીશું કે આટલી કમાણી કરવા છતાં ફિલ્મ અક્ષય કુમારની કોમેડી ફિલ્મથી કેવી રીતે અને ક્યાં પાછળ રહી ગઈ
બૈલેરિનાનું ઈન્ડિયામાં બોક્સ ઓફિસ ક્લેકશન
બૈલેરિનાએ ઈન્ડિયામાં 6 દિવસોમાં 9 કરોડની કમાણી કરી દીધી હતી અને 7માં દિવસે તેને 8.98 કરોડની કમાણી કરી હતી.
બૈલેરિનીનું બજેટ અને વર્લ્ડવાઈડ ક્લેક્શન
આ એક્શન ફિલ્મને બનાવા માટે 90 મિલિયન ડોલર ખર્ચવામાં આવ્યા છે. આ ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણી પર નજર કરીએ તો રિપોર્ટ મુજબ આ ફિલ્મે 92.8 મિલિયન ડોલરની કમાણી કરી હતી.
આટલા કમાયા પછી પણ હાઉસફુલ ફિલ્મ કેવી રીતે આગળ?
'હાઉસફુલ 5' ના વર્લ્ડવાઈડ કલેક્શન વિશે વાત કરીએ તો, સિનાલ્ક અનુસાર, તેની કમાણી 252.50 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જ્યારે આનાથી ત્રણ ગણી વધુ કમાણી કરતી હોલીવુડ ફિલ્મ ભારતમાં તેની સામે ક્યાંય ટકી શકતી નથી.
અક્ષય કુમારની ફિલ્મ બે અઠવાડિયા છતાં પણ દરરોજ 3-4 કરોડની કમાણી કરી રહી છે, ત્યારે આનાથી અઢી ગણા બજેટમાં બનેલી 'બેલેરીના' ભારતમાં કોઈ દર્શક મેળવી શકી નથી. આ ફિલ્મ પહેલા 3 દિવસ સિવાય એક પણ દિવસે 1 કરોડની કમાણી પણ કરી શકી નથી.
બૈલેરિયા ફિલ્મ
આ ફિલ્મ જોન વિક ચૈપ્ટર 4 પછી કીનૂ રીવ્સ ફરી એકવાર જોન વીકના રોલમાં વાપસી કરી રહ્યો છે. ફિલ્મમાં શરૂઆતથી લઈને ફિલ્મના એન્ડ સુધી ખતરનાક એક્શન છે.આ એક એક્શન ફિલ્મ છે.