અક્ષય ખન્નાની ધુરંધરમાં મજબૂત ઇન્ટ્રીએ ફરી સાબિત કર્યું છે કે તેમની અદાકારી આજે પણ એટલી જ અસરકારક છે. પરંતુ તેમનું અંગત જીવન પણ ફિલ્મી વિશ્વ જેટલું જ રસપ્રદ છે. 50 વર્ષની ઉંમરે અક્ષય હજુ સુધી કુંવારા છે અને તેના ડેટિંગ જીવન વિશે હંમેશાં ઘણું ઓછું બોલ્યા છે. છતાં, 2007ના એક ઇન્ટરવ્યુમાં તેમણે પોતાના પ્રકારની ‘લાઇફ પાર્ટનર’ વિશે બેઝિઝક વાત કરી હતી.


અક્ષય ખન્નાનો ‘આદર્શ’ જીવનસાથી કોણ?

લગ્ન વિશે તેમના શું વિચારો છે, એ પૂછાતા અક્ષયે કહ્યું, “મારે ખબર નથી... આશા છે કે હું હંમેશા માટે બેચલર નહીં રહી જાઉં. પણ હું એવી કોઈ ચોક્કસ છબી રાખતો નથી કે મારી પત્ની કેવી હોવી જોઈએ. તે સુંદર હોવી જોઈએ કે લાંબા વાળ હોવા જોઈએ, એવું કશું જરૂરી નથી. માત્ર એક વાત તેને સારી રસોઈ આવડતી હોવી જોઈએ ,પછી હું તેની સાથે લગ્ન કરી શકું.”

તારા શર્મા સાથે કેમ તૂટી ગયો સંબંધ?

અક્ષયે તારા શર્મા સાથેના તેમના બે વર્ષના સંબંધ વિશે જણાવ્યું કે ઘણા લોકોએ તેમને સલાહ આપી હતી કે તે તારા જેવી છોકરી સાથે લગ્ન કરી લે. પરંતુ તેમનો સંબંધ અંતે મિત્રતામાં જ બદલાઈ ગયો. અક્ષયે કહ્યું, “હા, હું તારાને વર્ષોથી ઓળખું છું. પણ હવે તે પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહી છે. અમે હવે ફક્ત સારા મિત્રો છીએ, અને એ પૂરતું છે.”

દિલમાં એક અલગ જગ્યા

અક્ષય ખન્ના ધુરંધરમાં પોતાની મજબૂત ઇન્ટ્રીના કારણે લોકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી છે . આદિત્ય ધર દિગ્દર્શિત ફિલ્મમાં અક્ષય સાથે R. માધવન, અર્જુન રામપાલ, સંજય દત્ત, સારા અર્જુન અને રાકેશ બેદી જેવા સશક્ત કલાકારો પણ જોવા મળશે.

આ પણ વાંચો : Entertainment : શું સલમાન, અક્ષય કુમાર અને સૈફ અલી ખાન હવે એક સાથે જોવા મળશે, ફિલ્મોમાં નહીં જાણો ક્યાં?


  • Follow us on: