2025ના સાઉથ ઇન્ડિયન ઇન્ટરનેશનલ મૂવી એવોર્ડ્સ (SIIMA)ની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે દુબઈમાં યોજાયેલા SIIMA એવોર્ડ્સમાં અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2' અને પ્રભાસ અને અમિતાભ બચ્ચનની ફિલ્મ 'કલ્કી 2898 એડી' જોવા મળી હતી. આ બંને ફિલ્મોએ વિવિધ કેટેગરીઓમાં ઘણા એવોર્ડ જીત્યા હતા. જેમાં બેસ્ટ અભિનેતા, અભિનેત્રી અને ફિલ્મનો સમાવેશ થાય છે.
આ સ્ટાર્સને મળ્યો એવોર્ડ
અભિનેતા અલ્લુ અર્જુનને 'પુષ્પા 2' માટે બેસ્ટ અભિનેતાનો એવોર્ડ મળ્યો અને રશ્મિકા મંદાનાને તે જ ફિલ્મ માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. 'પુષ્પા 2'ના દિગ્દર્શક સુકુમારને બેસ્ટ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો જ્યારે નાગ અશ્વિનની ફિલ્મ 'કલ્કી 2898 એડી'ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.
અમિતાભ બચ્ચન પણ મળ્યો એવોર્ડ
આ સિવાય અમિતાભ બચ્ચનને ફિલ્મ 'કલ્કી 2898 એડી' માટે બેસ્ટ સહાયક અભિનેતા પુરુષનો એવોર્ડ મળ્યો. જ્યારે કમલ હાસનને બેસ્ટ ખલનાયકનો એવોર્ડ અને અન્ના બેનને તે જ ફિલ્મ માટે બેસ્ટ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. તેજા સજ્જાને 'હનુમાન' માટે બેસ્ટ અભિનેતા ક્રિટિક્સનો એવોર્ડ અને મીનાક્ષી ચૌધરીને 'લકી ભાસ્કર' માટે બેસ્ટ અભિનેત્રી ક્રિટિક્સનો એવોર્ડ મળ્યો. પ્રશાંત વર્માને 'હનુમાન' માટે બેસ્ટ દિગ્દર્શક ક્રિટિક્સનો એવોર્ડ મળ્યો હતો.
બેસ્ટ ફિલ્મ - કલ્કી 2898 એડી
બેસ્ટ દિગ્દર્શક - સુકુમાર (પુષ્પા 2: ધ રૂલ)
બેસ્ટ અભિનેતા - અલ્લુ અર્જુન (પુષ્પા 2: ધ રૂલ)
બેસ્ટ અભિનેત્રી - રશ્મિકા મંદાના (પુષ્પા 2: ધ રૂલ)
બેસ્ટ દિગ્દર્શક (ક્રિટિક) - પ્રશાંત વર્મા (હનુમાન)
બેસ્ટ અભિનેતા (ક્રિટિક) - તેજા સજ્જા (હનુમાન)
બેસ્ટ અભિનેત્રી (ક્રિટિક) - મીનાક્ષી ચૌધરી (લકી બાસ્કર)
બેસ્ટ સહાયક અભિનેતા - અમિતાભ બચ્ચન (કલ્કી 2898 એડી)
બેસ્ટ સહાયક અભિનેત્રી - અન્ના બેન (કલ્કી 2898 એડી)
બેસ્ટ સંગીત નિર્દેશક - દેવી શ્રી પ્રસાદ (પુષ્પા 2: ધ રૂલ)
બેસ્ટ ગીતકાર - રામાજોગૈયા શાસ્ત્રી (ચુટ્ટમલ્લે-દેવરા)
બેસ્ટ સિંગર - શંકર બાબુ કંદુકુરી (ફીલીંગ્સ - પુષ્પા 2: ધ રૂલ)
બેસ્ટ સિંગર - શિલ્પા રાવ (ચુટ્ટમલ્લે - દેવરા)
બેસ્ટ ખલનાયક - કમલ હાસન (કલ્કી 2898 એડી)
બેસ્ટ ડેબ્યુ અભિનેત્રી - પંખુરી ગિડવાણી (લવ મૌલી), ભાગ્યશ્રી બોરસે (મિસ્ટર બચ્ચન)
બેસ્ટ નવોદિત અભિનેતા - સંદીપ સરોજ (સમિતિ કુરોલુ)
બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર - નંદા કિશોર યેમાની (35 ઓકા ચિન્ના કથા)
સિનેમેટોગ્રાફર - રથનવેલુ (દેવરા)
બેસ્ટ હાસ્ય કલાકાર - સત્ય (મથુ વધાલારા 2)