યશરાજ ફિલ્મ્સના પ્રખ્યાત સ્પાય યુનિવર્સની પ્રથમ મહિલા-પ્રમુખ ફિલ્મ "આલ્ફા" આ શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આલિયા ભટ્ટ સ્ટારર આ હાઈ-ઓક્ટેન સ્પાય-એક્શન ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે, અને શરૂઆતના આંકડાઓ દર્શાવે છે કે દર્શકોમાં આ ફિલ્મને લઈને ભારે ક્રેઝ છે. આલિયા ભટ્ટ ચુલબુલી અને ગ્લેમરસ પાત્રો કર્યો છે. પ્રથમ વખત આલિયા ગ્લેમર છોડી એકશન ફિલ્મ કરી રહી છે. ફિલ્મનું ટિઝર દર્શકોને ખૂબ પસંદ આવ્યું છે. સોશિયલ મીડિયામાં આલિયા અને શરવરી વાઘનો એક વીડિયો ફેન્સને ખૂબ પસંદ આવ્યો. બંનેની કેમેસ્ટ્રી જોયા બાદ દર્શકો આ ફિલ્મ જોવા વધુ આતુર થયા છે.
આલ્ફાનું જબરજસ્ત એડવાન્સ બુકિંગ
ટ્રેડ વેબસાઇટ Sacnilk ના પ્રારંભિક ડેટા અનુસાર, 'આલ્ફા' ને પ્રી-ટિકિટ વેચાણમાં દેશભરમાંથી શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. બ્લોક કરેલી સીટો સહિત, ફિલ્મનું પહેલા દિવસનું એડવાન્સ બુકિંગ હાલમાં ₹૧.૫૨ કરોડ પર પહોંચી ગયું છે. ભારતમાં અત્યાર સુધીમાં ૧૦,૨૯૩ હિન્દી (2D) શો માટે બુકિંગ ઓપન થઈ ચૂક્યું છે. ફિલ્મને સૌથી વધુ ફાયદો મહારાષ્ટ્રમાંથી મળી રહ્યો છે, જ્યાં બ્લોક કરેલી બેઠકો સાથે ₹૩૪.૭૬ લાખનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. દિલ્હી ₹૩૪.૩૫ લાખના બુકિંગ અને ગુજરાતમાં પણ ફિલ્મની પ્રી-રિલીઝ કમાણીમાં ₹૧૦.૬૬ લાખનું મહત્વનું યોગદાન આપ્યું છે.
