બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન આજે પોતાનો 84મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસના ખાસ અવસરે ચાહકોથી લઈને ફિલ્મી કલાકારો સુધી સૌ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. સુનીલ શેટ્ટી, કિયારા અડવાણી અને કાજોલ સહિત અનેક કલાકારોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને બિગ બી પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો છે.
કેટલાક કલાકારોએ અમિતાભ બચ્ચન સાથે વિતાવેલી ખાસ પળોને યાદ કરી, તો કેટલાકે તેમના માટે દિલને સ્પર્શી જાય તેવા સંદેશ લખ્યા.
સુનીલ શેટ્ટીએ પાઠવી શુભેચ્છાઓ
અભિનેતા સુનીલ શેટ્ટીએ અમિતાભ બચ્ચન સાથેનો એક જૂનો ફોટો શેર કરીને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમણે લખ્યું, “હું તમને ગમે એટલી વાર મળું, દર વખતે મને એવો જ ઉત્સાહ અને આશ્ચર્ય થાય છે, જે બાળપણમાં તમને જોઈને થતું હતું. તમારી સાથેની દરેક મુલાકાતમાં કંઈક નવું શીખવા મળે છે અને તમારા પ્રત્યેનો મારો આદર વધુ વધે છે. હું હંમેશાં તમારો આભારી રહીશ. જન્મદિવસની શુભેચ્છાઓ સર.”
https://x.com/SunielVShetty/status/2109156189900771450?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2109156189900771450%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
કિયારા અડવાણીએ પણ શુભેચ્છા પાઠવી
કિયારા અડવાણીએ પણ અમિતાભ બચ્ચન સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો હતો. તેમણે જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં લખ્યું, “જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સર! તમે આજે પણ અને હંમેશાં એક દિગ્ગજ કલાકાર, એક મહાન વ્યક્તિત્વ અને સૌ માટે પ્રેરણારૂપ રહેશો. હું તમારા સારા સ્વાસ્થ્ય અને ખુશીઓની કામના કરું છું.”

કાજોલે પણ બિગ બીને પાઠવી શુભેચ્છાઓ
કાજોલે પણ ખાસ અંદાજમાં અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે લખ્યું, “જન્મદિવસની શુભેચ્છાઓ, અમારા અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતા કલાકાર! હું તમારા સારા સ્વાસ્થ્ય અને અપાર ખુશીઓની કામના કરું છું.”
https://x.com/itsKajolD/status/2109158563956642047?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2109158563956642047%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
ચિરંજીવીએ અમિતાભ બચ્ચનને પોતાના ગુરુ ગણાવ્યા
અભિનેતા ચિરંજીવીએ અમિતાભ બચ્ચન સાથેનો એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં બંને દિગ્ગજ કલાકારો એકબીજાને ભેટતા જોવા મળે છે.
ચિરંજીવીએ પોસ્ટમાં લખ્યું, “મારા સૌથી પ્રિય ગુરુ અમિતાભ બચ્ચનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સિનેમા પ્રત્યેનો તમારો પ્રેમ અને તમારા કામ પ્રત્યેનું સમર્પણ હંમેશાં મારા માટે પ્રેરણારૂપ રહ્યું છે.”
તેમણે વધુમાં લખ્યું, “હું તમારા સારા સ્વાસ્થ્ય, અપાર ખુશીઓ અને આવા જ યાદગાર વર્ષોની કામના કરું છું, જેમાં તમે તમને ગમતું કામ કરતા રહો. પૂરા પ્રેમ અને આદર સાથે, સર.”
https://x.com/KChiruTweets/status/2109126817412165752?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2109126817412165752%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
અજય દેવગણે પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ
અજય દેવગણે પણ અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે લખ્યું, “ઉંમર સાથે તમે ભલે સૌથી વરિષ્ઠ બની ગયા હો, પરંતુ તમારો ઉત્સાહ આજે પણ પહેલાં જેવો જ યુવાન છે. જન્મદિવસની શુભેચ્છાઓ, અમિતજી!”

સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ બિગ બીને કર્યા વિશ
સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમણે લખ્યું, “જન્મદિવસની શુભેચ્છાઓ અમિતાભ સર! અભિનય પ્રત્યે પ્રેમ જાગવાનું એક મોટું કારણ તમે પણ છો. આ માટે તમારો આભાર. હું તમારા સારા સ્વાસ્થ્ય અને ખુશીઓની હંમેશાં કામના કરું છું.”
