સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અત્યારે પોતાના સ્વાસ્થ્યને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં એક્ટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરીને ફેન્સને જણાવ્યું હતું કે તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. ડોક્ટરોની સલાહ બાદ એક્ટર પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યા છે અને ઘરમાં જ સંપૂર્ણ આરામ કરી રહ્યા છે. દર રવિવારે એક્ટર પોતાના ઘર જલસા બહાર ફેન્સને મળતા હોય છે. ગત રવિવારે પણ અમિતાભ બચ્ચન તબિયત સારી ન હોવા છતાં ફેન્સને મળ્યા અને તેમને સહેજ પણ નિરાશ ન કર્યા. આ દરમિયાન એક્ટરના ઢાલ બનીને તેમના પુત્ર અભિષેક બચ્ચન પણ પાછળ ઊભેલા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.
બિગ બીએ ફેન્સને નિરાશ ન કર્યા
અમિતાભ બચ્ચન પોતાના ઘરની બહાર ફેન્સનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા. એક્ટરે હાથ હલાવીને ફેન્સનું સ્વાગત કર્યું હતું. કડક સિક્યોરિટી અને પુત્રના પ્રોટેક્શન વચ્ચે બિગ બીએ પોતાના ફેન્સ સાથે મુલાકાત કરી હતી. ડોક્ટરોએ એક્ટરને પૂરેપૂરો આરામ કરવાની સલાહ આપી છે, છતાં તેમણે પોતાના ફેન્સનું ધ્યાન રાખ્યું અને તેમને જરાય નિરાશ ન કર્યા. સોશિયલ મીડિયા પર એક્ટરના આ અંદાજના ખૂબ વખાણ થઈ રહ્યા છે, જ્યારે અભિષેક બચ્ચનનો કેરિંગ અંદાજ પણ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

