મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પોતાની પુત્રી શ્વેતા અને પુત્ર અભિષેકને ખૂબ જ પ્રેમ કરે છે. બીગબી ક્યારેય પુત્ર અભિષેક બચ્ચનના વખાણ કરવાની તક છોડતા નથી. હવે બિગ બીએ મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં 'આઈ વોન્ટ ટુ ટોક' માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મેળવવા બદલ અભિષેકને અભિનંદન આપ્યા છે. સાથે જ તેમણે પુત્ર માટે પોતાની લાગણી દર્શાવી છે.


અમિતાભે પુત્રના કર્યા ભરપેટ વખાણ

અમિતાભે પોતાના બ્લોગ પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં અભિષેક હાથમાં ટ્રોફી પકડીને હસતો દેખાય છે. આ સાથે એક મેગેઝિન કવર પણ પોસ્ટ કરવામાં આવ્યું છે જેની ટેગલાઇન હતી કે, 'ધ બચ્ચન બ્લુપ્રિન્ટ'. અમિતાભે લખ્યું છે કે, 'હું આ આખી દુનિયાનો સૌથી ભાગ્યશાળી પિતા છું. અભિષેકે પોતાના દાદાના વારસાને સખત મહેનત, પ્રામાણિકતા અને ક્યારેય હાર માન્યા વગર આગળ વધાર્યો છે. 'અભિષેકે ક્યારેય પરિસ્થિતિઓ સામે હાર માની નહીં. લોકોએ તેને ગમે તેટલા નીચે લાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે દરેક વખતે સખત મહેનતથી ઉભો થયો અને પહેલા કરતા પણ આગળ વધ્યો. બિગ બીએ એક કવિતાની કેટલીક પંક્તિઓ લખી છે કે, 'તુમ મુજે જિતના ગિરાઓગે, મે અપને પરિશ્રમ સે ફીર ખડા હો જાઉંગા ઔર ઉંચા ખડા હોઉંગા.'

અભિષેક બચ્ચને અપનાવ્યો આ રસ્તો

અમિતાભે પોતાના પિતાની એક કવિતા યાદ કરીને લખ્યું કે, 'મેં સમુદ્ર પાસેથી જીવવાની કળા શીખી છે, શાંતિથી વહેવું અને આરામથી રહેવું.' અભિષેકે પણ આ જ માર્ગ અપનાવ્યો, કોઈ પણ દેખાડો કર્યા વિના તેમણે પોતાના કામ દ્વારા પોતાની ઓળખ બનાવી છે. બ્લોગમાં અમિતાભે આગળ કહ્યું કે થોડા વર્ષો પહેલા જ્યારે તેમણે એક ફિલ્મમાં અભિષેકના અભિનયના વખાણ કર્યા હતા ત્યારે કેટલાક લોકો હસવા લાગ્યા હતા અને કહ્યું હતું કે એક પિતા તેમના પુત્રની જરૂર કરતાં વધુ પ્રશંસા કરી રહ્યા છે.

આખા પરિવારમાં ખુશીની લહેર છવાઈ

તેમણે લખ્યું હતું કે, 'લોકો મારી મજાક ઉડાવતા હતા પરંતુ આજે એ જ લોકો મને વખાણી રહ્યા છે. હવે સમય એનો જવાબ આપી ગયો છે. દુનિયાએ અભિષેકની મહેનત અને કલાને ઓળખી લીધી છે. જે લોકો પહેલા હસતા હતા તેઓ હવે તેને માન આપી રહ્યા છે.' બ્લોગ પોસ્ટના અંતે અમિતાભે લખ્યું કે, 'વિજય એ સૌથી મોટો જવાબ છે અને તમે તે જીતી લીધું છે. શાંત રહેવું અને આનંદ માણવો એ જ વાસ્તવિક રહસ્ય છે.' આ એવોર્ડ ફક્ત અભિષેક માટે જ નહીં પરંતુ સમગ્ર પરિવાર માટે ખૂબ જ ખુશીની વાત છે.



  • Follow us on: