મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી 10 એપ્રિલના રોજ પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જામનગરમાં આ ખાસ દિવસનું ભવ્ય સેલિબ્રેશન ચાલી રહ્યું છે, જેમાં બોલીવુડના મોટા સ્ટાર્સ અને જાણીતી હસ્તીઓ પહોંચી છે. આ દરમિયાન અનંત અને તેની પત્ની રાધિકા મર્ચન્ટનો એક સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાધિકા અનંત પર પ્રેમ વરસાવતી જોવા મળે છે.
રાધિકા અને અનંતની રોમેન્ટિક ક્ષણ
વાયરલ વીડિયોમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એકબીજા સાથે જોવા મળે છે. વીડિયોમાં રાધિકા અનંતને કિસ કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે, જેનાથી અનંત ખૂબ જ ખુશ દેખાય છે. ત્યારબાદ તેઓ એકબીજાનો હાથ પકડેલા જોવા મળે છે અને મહેમાનો તેમના પર ફૂલોની વર્ષા કરી રહ્યા છે. રાધિકાએ ઓરેન્જ કલરનો કુર્તો પહેર્યો છે અને સાદગીભર્યા લુકમાં તે ખૂબ જ સુંદર લાગે છે, જ્યારે અનંત બ્લુ કલરના કુર્તામાં જોવા મળી રહ્યો છે.
https://www.instagram.com/reel/DW8KcdmgeGG/?utm_source=ig_web_copy_link

