કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરા ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં તેની ફિલ્મ મહાકાવ્ય શ્રી રામાયણ કથાનું ટીઝર સામે આવ્યું છે, જેમાં અંજલિ માતા સીતાના રોલમાં જોવા મળી રહી છે. હવે લોકો આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેની ફિલ્મ મહાકાવ્ય શ્રી રામાયણ કથાનુ ટીઝર થોડા દિવસ પહેલાં જ રિલીઝ થયું છે. આ ફિલ્મ AJ ફિલ્મ એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડ દ્વારા રજૂ કરવામાં આવી રહી છે. ફિલ્મ 25 સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. 

મહાકાવ્ય શ્રી રામાયણ કથાની સ્ટારકાસ્ટ અને અંજલિની ખાસ પોસ્ટ

ફિલ્મનું ડાયરેક્શન અભિષેક સિંહે કર્યું છે. તેમાં દેવ શર્મા, અંજલિ અરોરા, શીલ વર્મા, રજનીશ દુગ્ગલ અને નિર્ભય વાધવા મુખ્ય રોલમાં જોવા મળશે. ટીઝર શેર કરતી વખતે અંજલિ અરોરાએ લખ્યું, યુગ બદલાયા, પેઢીઓ બદલાઈ, પરંતુ શ્રીરામ અને માતા સીતાના પ્રેમ, ત્યાગ અને મર્યાદાની આ અમર કથા આજે પણ એટલી જ જીવંત છે.

અંજલિ અરોરાની કાસ્ટિંગ પર લોકો થયા નારાજ

અંજલિ અરોરાને માતા સીતાના રોલમાં જોઈને સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ખુશ નથી. આ પછી લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. એક યુઝરે લખ્યું, હે ભગવાન, ઘોર કળિયુગ, આ અંજલિ અરોરા રામાયણમાં સીતાજીનો રોલ કરી રહી છે. અને તે કોણ છે એ કહેવાની પણ જરૂર નથી. હવે ક્યાં છે એ ગુસ્સો અને એ લોકો જે રણબીર કપૂર અને સાઈ પલ્લવીને લઈને આટલા નારાજ હતા? જો આ કળિયુગ નથી તો બીજું શું છે?
https://www.instagram.com/reel/DcLha_pBwQS/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

X પર બીજા એક યુઝરે લખ્યું, કયા આધારે આ ટિકટોકર માતા સીતાનો રોલ કરી રહી છે? આ ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકો સામે FIR નોંધાવવી જોઈએ.

માતા સીતાના રોલને લઈને સોશિયલ મીડિયા પર સવાલ

એક યુઝરે લખ્યું, ક્યાં માતા સીતા અને ક્યાં... હું અંજલિ અરોરાને માતા સીતાના રૂપમાં સ્વીકારવા માગતો નથી. આ ફિલ્મથી અંજલિ અરોરા મોટા પડદા પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મમાં દેવ શર્મા ભગવાન રામના રોલમાં જોવા મળશે. દેવ શર્મા અગાઉ યારિયાં, હીરોપંતી સહિત ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો-Old Romantic Song : મોહમ્મદ રફીના નટખટ અવાજે 64 વર્ષ જૂનું ગીત આજે પણ છે પ્રેમીઓનું ફેવરિટ!