ફેમસ યુટ્યુબર અને બિગ બોસ 17 ફેમ અનુરાગ ડોભાલ તેમના છેલ્લા વ્લોગ - ધ રિયલ સ્ટોરી ઓફ માય લાઈફને કારણે સમાચારમાં છે. તેણે અગાઉ દાવો કર્યો હતો કે તેઓ ખતરામાં છે. તેમના લગ્ન પછીથી, તેઓ ઓછા વીડિયો પોસ્ટ કરી રહ્યા હતા. હવે, તેણે બે કલાકનો વ્લોગ શેર કર્યો છે અને તેના પરિવાર વિશે ઘણા ખુલાસા કર્યા છે.


અનુરાગ ડોભાલ પર પરિવારનો અત્યાચાર!

તેણે કહ્યું છે કે તેના પરિવારે તેના ઇન્ટરકાસ્ટ મેરેજ માટે તેમને ત્રાસ આપ્યો હતો. તેણે એ પણ ખુલાસો કર્યો કે તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે કરી શક્યો નહીં. યુટ્યુબર અનુરાગ ડોભાલે ખુલાસો કર્યો કે તેનો ભાઈ તેને સતત ધમકીઓ આપી રહ્યો હતો. તેણે તેનો ખૂબ રડતો એક વીડિયો શેર કર્યો છે, અને ફેન્સ તેને ટેકો આપતા જોવા મળી રહ્યા છે.

રડી-રડીને યુટ્યુબરની હાલત થઈ ખરાબ

અનુરાગ ડોભાલે વીડિયો સાથે કેટલાક પુરાવા પણ શેર કર્યા છે. જોકે, તેની પાછલી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં, તેણે લખ્યું હતું કે, કેટલાક લોકો છેલ્લા એક વર્ષથી મને માનસિક રીતે હેરાન કરી રહ્યા છે. તેઓએ મારી પાસેથી બધું જ છીનવી લીધું છે, જેમાં મારા સંબંધો અને પ્રોપટી બધું જ . આ દરમિયાન, તેણે તેના પરિવાર પર ઇન્ટરકાસ્ટ મેરેજથી લઈને અનેક આરોપો લગાવ્યા છે.

યુટ્યુબરે ખુલાસો કર્યો કે તેની પત્ની તેને છોડીને ચાલી ગઈ હતી

પોતાના છેલ્લા વ્લોગમાં, અનુરાગ ડોભાલે ખુલાસો કર્યો કે તેની પત્ની રિતિકા પણ તેને છોડીને ચાલી ગઈ છે. મારા મૃત્યુ માટે મારા માતા, પિતા, કલામ (ભાઈ) અને શ્રેયા જવાબદાર રહેશે. મારે કંઈ કરવાનું બાકી નથી. હું ખૂબ જ હતાશ છું. મને ખબર નથી કે આ લાગણીને કેવી રીતે રોકવી. આ વીડિયો પછી, હું કદાચ ગાયબ થઈ જઈશ. હું ફક્ત સૂવા માગુ છું. મેં પાંચ દિવસથી કંઈ ખાધું નથી, મારું મન સંપૂર્ણપણે ખાલી છે. તેણે એમ પણ કહ્યું કે તેના ભાઈ કલામે સોશિયલ મીડિયા પર તેને ખુલ્લા કરવાની ધમકી આપીને તેની બધી મિલકત છીનવી લીધી હતી.


અનુરાગ ડોભાલ પર પરિવારનો સિતમ!

બે કલાકના આ વીડિયોમાં, યુટ્યુબર પોતાના જીવનના મુશ્કેલ સમયનું પણ વર્ણન કરે છે. તે 14 વર્ષની ઉંમરે મગજની ગાંઠ હોવાનું નિદાન થયું, અભ્યાસ માટે પરિવારના દબાણનો સામનો કરવો પડ્યો અને પછીથી પોતાના સપનાઓને પૂરા કર્યા. તે ટ્યુશન પણ ભણાવતો હતો, હંમેશા તેના માતાપિતાની જરૂરિયાતોને પોતાના કરતા ઉપર રાખતો હતો. તેણે એ પણ કહ્યું કે તે તેની પત્નીને કેવી રીતે મળ્યો. યુટ્યુબર અને મોટર વ્લોગર અનુરાગ ડોભાલ (UK07 રાઇડર) બિગ બોસ સીઝન 17 માં દેખાયા હતા. તે શોમાં તેના ઉપનામ બાબુ ભૈયાથી લોકપ્રિય બન્યો હતો. અહેવાલો અનુસાર, તેની કુલ સંપત્તિ 25 થી 30 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે, જેમાં ઘણી મોંઘી કારનો પણ છે.

આ પણ વાંચો-Toxic OR Trump : યશની ફિલ્મની રિલીઝ પર ટ્રમ્પની અસર! ટોક્સિક હવે માર્ચમાં નહીં પણ જૂનમાં મચાવશે ધૂમ!

  • Follow us on: