એક્ટર અર્જુન બિજલાની અને મૌની રોયને હાલમાં જ સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. આ પછી સોશિયલ મીડિયા પર બંનેના લિંકઅપની અફવાઓ ઉડવા લાગી. હવે એક્ટરે આ સમાચારો પર રિએક્ટ કર્યું અને ગુસ્સો વ્યક્ત કર્યો. અર્જુને કહ્યું કે 15 વર્ષથી વધુ જૂની દોસ્તીને ખોટો એંગલ ન આપો.
અર્જુન બિજલાનીએ કર્યું રિએક્ટ
અર્જુન બિજલાનીએ ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં કહ્યું, ક્લિકબેટ પેજીસ, 15 વર્ષોથી વધુ સમયથી જે બે લોકો મિત્રો છે તેમને અચાનક જ કપલ ન બનાવો કારણ કે ગોસિપ પેજીસને હેડલાઇન જોઈએ છે. ક્યારેક લોકો એકબીજાનો સાથ આપવા માટે ઊભા રહે છે, ખાસ કરીને જ્યારે એક મિત્ર મુશ્કેલ ફેઝમાંથી પસાર થઈ રહ્યો હોય. દરેક દોસ્તીને રોમેન્ટિક એંગલની જરૂર નથી હોતી. કંઈ પણ પબ્લિશ કરતા પહેલા થોડું ફેક્ટ ચેક કરવું સારું રહે છે. જે નેરેટિવ આપણે ક્રિએટ કરી રહ્યા છીએ તેને લઈને આપણે જવાબદાર બનવાની જરૂર છે.

આગળ અર્જુને લખ્યું, આ ખૂબ જ નિરાશાજનક છે જે કેટલાક પેજીસ માત્ર બેઝલેસ સ્ટોરીઝ છાપે છે માત્ર એન્ટરટેઇનમેન્ટના નામે. પુરુષ અને મહિલા વચ્ચે થનારી દરેક વાતચીતને ટ્વિસ્ટ કરવાની જરૂર નથી હોતી. અંતમાં અર્જુન બિજલાનીએ કહ્યું, હું મીડિયા પેજીસને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ કંઈ પણ છાપતા પહેલા વેરિફાય કરો, કારણ કે ખોટા સમાચારો લોકોની પર્સનલ લાઈફને પણ ઇફેક્ટ કરે છે અને કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. જવાબદાર જર્નાલિઝમ વિશ્વાસ વધારે છે. ક્લિકબેટ નહીં.
https://www.instagram.com/p/DaiVWAtDVif/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસોઝાએ પણ કર્યું રિએક્ટ
ક્રિસ્ટલ ડિસોઝાએ એક વીડિયો પર રિએક્ટ કર્યું. વીડિયો પર લખ્યું હતું કે શું સૂરજથી અલગ થયા પછી મૌની રોય અર્જુન બિજલાનીને ડેટ કરી રહી છે? આ વીડિયો જોઈને ક્રિસ્ટલે પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું- આ શું બકવાસ છે? વ્યુઝ માટે કંઈ પણ પોસ્ટ કરશો. અર્જુન બિજલાની પરિણીત છે. તેમના લગ્ન નેહા બિજલાની સાથે થયા છે. મૌની રોયના લગ્ન સૂરજ નાંબિયાર સાથે થયા હતા. પરંતુ સૂરજ અને મૌનીના લગ્ન હવે તૂટી ગયા છે.
આ પણ વાંચો-90ના દાયકાનો એ કિસ્સો જ્યારે સંજય દત્ત-માધુરી દીક્ષિતના ગાયબ થવાથી જેકી શ્રોફ આવી ગયા હતા ટેન્શનમાં!