શાહરૂખ ખાન વર્ષોથી પોતાના અભિનય અને ફિલ્મો દ્વારા દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. હવે તેના પુત્ર આર્યન ખાનનો વારો છે જે તેના પિતાના માર્ગ પર ચાલવાને બદલે દિગ્દર્શનની દુનિયામાં પગ મૂકી રહ્યો છે. તેની પહેલી સીરીઝ બેડ્સ ઓફ બોલીવુડ આજે 18 સપ્ટેમ્બરના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ પહેલા ઘણા સ્ટાર્સ આર્યનના ડેબ્યૂની ઉજવણી કરવા પહોંચ્યા હતા. સીરીઝની પ્રીમિયર રાત્રે અંબાણી પરિવાર, રણબીર-આલિયા, વિકી કૌશલ, બોબી દેઓલનો પરિવાર અને અન્ય ઘણી હસ્તીઓ જોવા મળી હતી. શાહરૂખ ખાનનો પરિવાર પણ ચર્ચામાં રહ્યો પરંતુ વાસ્તવિક લાઈમલાઈટ આર્યન ખાનની કથિત ગર્લફ્રેન્ડ દ્વારા ચોરી લધી હતી.


આર્યન ખાનને સપોર્ટ કરવા પહોંચ્યું બોલીવુડ

આર્યન ખાનની પહેલી સીરીઝમાં અનેક કલાકારો છે. તે ત્રણેય ખાનને એકસાથે લાવવામાં પણ સફળ રહ્યો છે. જોકે, પ્રીમિયર રાત્રે સલમાન ખાન કે આમિર ખાન બંને જોવા મળ્યા ન હતા. સલમાન ખાન હાલમાં લદ્દાખમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. જોકે, આમિર કેમ ન પહોંચ્યો તે સ્પષ્ટ નથી. આર્યન ખાન તેના આખા પરિવાર સાથે પ્રીમિયર નાઇટમાં હાજરી આપી હતી. શાહરૂખ ખાન બ્લેક કલરના લુકમાં જોવા મળ્યો હતો. ગૌરી ખાને પણ બ્લેક કલરનો ગાઉન પહેર્યો હતો. આર્યન ખાન અને તેનો નાના ભાઈ અબરામ પણ બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળ્યો હતો. જોકે, તેના ભાઈના ડેબ્યૂની ઉજવણી કરવા માટે સુહાના ખાને યેલો કલરનો ગાઉન પસંદ કર્યો હતો.

આર્યનની કથિત ગર્લફ્રેન્ડ કોણ?

જોકે, આર્યન ખાનની કહેવાતી ગર્લફ્રેન્ડે શોમાં ચર્ચાનો વિષય બની હતી. લારિસા બોનેસી પણ બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. આ પહેલી વાર નથી જ્યારે તે તેની સાથે જોવા મળી હોય. તે પહેલા પણ આર્યન ખાન સાથે જોવા મળી છે,ખાસ કરીને નવા વર્ષની પાર્ટીમાંથી બંનેના વીડિયો સામે આવ્યા બાદ આ ચર્ચાઓ શરૂ થઈ હતી. આર્યન ખાન લાંબા સમયથી લારિસા સાથે જોડાયેલો છે. તે એક બ્રાઝિલિયન મોડેલ અને અભિનેત્રી છે જેણે અક્ષય કુમાર અને જોન અબ્રાહમ સાથે કામ કર્યું છે. તેણીએ ફિલ્મ દેશી બોયઝના સુબહ હોને ના દે સોંગથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. તેણી અનેક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. લારિસાએ ગુરુ રંધાવા સાથે સુરમા સુરમા ગીતમાં પણ ધૂમ મચાવી હતી.

પ્રીમિયરમાં કોણ કોણ હાજર રહ્યું?

બેડ્સ ઓફ બોલીવુડની સીરીઝમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પણ સૌનું ધ્યાન ખેંચ્યું. નીતા અંબાણી અને મુકેશ અંબાણી પણ શાહરૂખના પુત્રને ટેકો આપવા પહોંચ્યા હતા. આકાશ અંબાણી તેમની પત્ની શ્લોકા અને અનંતની પત્ની રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળ્યા. વિકી કૌશલ એકલા પહોંચ્યા જેના કારણે કેટરિના કૈફની ગર્ભાવસ્થાની અફવાઓ વધી ગઈ છે.


  • Follow us on: