દિગ્ગજ સિંગર આશા ભોંસલેને શનિવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, આશા ભોંસલેને હાર્ટ એટેકના કારણે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. આવતી કાલે 4 વાગ્યે આશાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ભારતીય સંગીત જગતમાં કેટલાક નામ એવા છે જે માત્ર કલાકાર નથી, પરંતુ એક યુગ બની જાય છે

ભારતીય સંગીત જગતમાં કેટલાક નામ એવા છે જે માત્ર કલાકાર નથી, પરંતુ એક યુગ બની જાય છે, અને તેમાંનું એક પ્રખ્યાત નામ છે આશા ભોસલે. તેમણે ખૂબ નાની ઉંમરે પોતાના ગાયન કારકિર્દીની શરૂઆત કરી હતી. પોતાની અનોખી અવાજથી તેમણે અનેક પેઢીઓને મંત્રમુગ્ધ કરી છે અને દરેક યુગમાં પોતાને નવા અંદાજમાં ઢાળી સાબિત કર્યું છે કે સાચો કલાકાર સમય સાથે વધુ નીખરે છે.

એક ઇન્ટરવ્યૂમાં આશા ભોસલેએ જણાવ્યું હતું કે તેમણે માત્ર 10 વર્ષની ઉંમરે પોતાનું પહેલું ગીત રેકોર્ડ કર્યું હતું. ઉપરાંત, તેમણે લગભગ 20 ભાષાઓમાં 12,000થી વધુ ગીતો ગાયા છે અને તેમના નામે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ પણ છે. ચાલો જાણીએ તેમણે શું કહ્યું હતું.

10 વર્ષની ઉંમરે ગાયું પહેલું મરાઠી ગીત

આશા ભોસલે 10 વર્ષની ઉંમરે 1943માં ગીત ગાયુ હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવું ખૂબ મહેનતભર્યું છે. સવારે 10 વાગ્યે સ્ટુડિયો પહોંચો તો ક્યારેક રાત્રે 10-11 વાગ્યે અથવા ક્યારેક સવારે 8 વાગ્યે રજા મળે.

20 ભાષાઓમાં ગાયા 12 હજારથી વધુ ગીતો

આશા ભોસલેએ હિન્દી, મરાઠી, પંજાબી, તમિલ, અંગ્રેજી, આસામી, ઉર્દૂ, તેલુગુ, બંગાળી, ગુજરાતી, રશિયન, નેપાળી અને મલયાલમ જેવી લગભગ 20 ભાષાઓમાં ગીતો ગાયા છે. તેમણે 12,000થી વધુ ગીતો ગાઈને એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે.

તેમણે શાસ્ત્રીય સંગીતથી લઈને કવ્વાલી, કેબરે અને પોપ સુધી દરેક પ્રકારના ગીતોમાં પોતાની કળા બતાવી છે અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી છે.

પ્રસિદ્ધ ગીતોને આપ્યો અવાજ

તેમણે પિયા તુ અબ તો આજા઼, યે મેરા દિલ, ઓ હસીના જુલ્ફોં વાલી,મૈં પ્યાર કા રાહિ હૂં અને કશ્મીર કી કલી ફિલ્મના લોકપ્રિય ગીતો ગાયા છે. તેમની આ અદ્ભુત સિદ્ધિઓ માટે ભારત સરકારે તેમને Padma Vibhushan અને Dadasaheb Phalke Award જેવા દેશના સર્વોચ્ચ સન્માનોથી નવાજ્યા છે.