આશિષ ચંચલાની અને એલી અવરામ ઘણા સમયથી અફેરને કારણે ચર્ચામાં આવ્યા છે કારણે બંનેએ સોશિયલ મીડિયા પર રોમેન્ટિક ફોટો શેર કર્યો હતો અને એ જોતા જ લોકો તેમનો કપલ માનવા લાગ્યા હતા. ત્યાર બાદ લોકોને ખબર પડી કે આ બધું તેમના મ્યુઝિક વીડિયોના પ્રમોશનનો એક ભાગ હતું. હવે આશિષે પોતે એલીને ડેટ કરવાના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું અને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.


આશિષે એલીને ડેટ કરવા પર તોડ્યું મૌન

હાલમાં જ આશિષ ચંચલાનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં તે એલી અવરામ સાથે જોવા મળી રહ્યો છે. વીડિયોમાં આશિષ અભિનેત્રીને ડેટ કરવા વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. તેણે કહ્યું હતું કે, 'હું ક્યારેય આ વ્યક્તિને ડેટ કરી શકતો નથી. મને કોઈ પાગલ કૂતરો કરડ્યો નથી. કારણ કે એલી સાથે કામ કરવું ખૂબ મુશ્કેલ છે. હું ફક્ત મજાક કરી રહ્યો હતો પરંતુ અમને અપેક્ષા નહોતી કે તે આટલું મોટું થઈ જશે.

હકીકતમાં આશિષ અને એલીએ ઇન્સ્ટાગ્રામ પર જે ફોટો શેર કર્યો છે તેમાં આશિષ એલીને પોતાના હાથમાં પકડી રાખેલો જોવા મળે છે. એલીના હાથમાં ફૂલોનો ગુલદસ્તો પણ જોવા મળે છે. આ ફોટો શેર કરતી વખતે આશિષે કેપ્શનમાં લખ્યું હતું કે, 'ફાઈનલી..'

આશિષ ચંચલાની અને એલી અવરામની આ તસવીર સામે આવતા લોકો અફેર હોવાની ચર્ચાઓ કરવા લાગ્યા હતા. બધા માનતા હતા કે આશિષ અને એલી હવે એકબીજાને ડેટ કરી રહ્યા છે. આશિષ અને એલીના મિત્રો અને ચાહકોએ પણ આ તસવીર પર બંનેને શુભેચ્છાઓ પાઠવવાનું શરૂ કર્યું. જો કે, આ દરમિયાન કોઈએ એવી પણ ટિપ્પણી કરી કે આ એક મ્યુઝિક વીડિયો શૂટનો ફોટો છે. આશિષ અને એલીનું ગીત 'ચંદાનીયા' હાલમાં જ રિલીઝ થયું છે. તે વિશાલ મિશ્રાએ ગાયું છે અને તેના શબ્દો સઈદ કાદરીએ લખ્યા છે. ગીતમાં બંનેની કેમેસ્ટ્રી બધાને ગમી છે.


  • Follow us on: