ગ્લેમરસ ક્વીન અવનીત કૌર ઘણીવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં આવી જાય છે. ઘણી વખત તેનું નામ મ્યુઝિક પ્રોડ્યુસર રાઘવ શર્મા સાથે જોડવામાં આવ્યું છે. હવે ફરી એકવાર બંનેના રિલેશનશિપને લઈને ગોસિપ ચાલી રહી છે.

જામનગરની તસવીરો વાયરલ થતાં ઉડી અફવા

જામનગરમાં એક વેડિંગ સેલિબ્રેશનમાં રાઘવ શર્મા અને અવનીત કૌરની તસવીરો સામે આવી. ઈન્ટરનેટ યુઝર્સે અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું કે ક્યાંક અવનીત અને રાઘવ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે અથવા બંધાવાની તૈયારીમાં છે. હવે આ અફવાઓ પર પહેલીવાર રાઘવે રિએક્ટ કર્યું છે.

અવનીત-રાઘવના થઈ ગયા લગ્ન?

અલી ગોનીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર રાઘવ શર્મા સાથે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે તેને અવનીત સાથે લગ્નની અફવાઓને લઈને ચીડવી રહ્યો છે. આના પર મ્યુઝિક પ્રોડ્યુસરે સ્પષ્ટ કર્યું છે કે તેના લગ્ન નથી થઈ રહ્યા. તેના ભાઈના લગ્ન છે. રાઘવ વીડિયોમાં કહેતો જોવા મળ્યો-

https://www.instagram.com/reel/Df9XIOwP2pK/?utm_source=ig_web_copy_link&evlk=NTc4MTIwNjQ2YQ==

"મારા ભાઈના લગ્ન છે, ઠીક છે ને? થઈ ગયું." રાઘવ શર્માના આ સ્ટેટમેન્ટ બાદ અલી અને તે હસી-હસીને લોટપોટ થઈ ગયા. અલીના આ વીડિયો દ્વારા રાઘવ અને અવનીતના લગ્નની અફવા ફગાવી દેવામાં આવી છે.

https://www.instagram.com/reel/Df7WiinJXxn/?utm_source=ig_web_copy_link&gwpx=MzRlODBiNWFlZA==&avpt=MzRlODBiNWFlZA==

કેવી રીતે ઉડી લગ્નની અફવા?

બન્યું એવું કે તાજેતરમાં અવનીત કૌર જામનગર જવા માટે સ્પોટ થઈ અને આ પછી તેની ક્લોઝ ફ્રેન્ડ કૃપા લખાણીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર મહેંદીની તસવીર શેર કરી જેને તેણે કેપ્શન આપ્યું- ફુલ તૈયારી. આ પોસ્ટમાં કૃપાએ ન તો અવનીતનું નામ મેન્શન કર્યું અને ન તો રાઘવનું. તેમ છતાં લોકો અટકળો લગાવવા લાગ્યા કે અવનીત પોતાના લગ્ન માટે જામનગર ગઈ છે. વાત કરીએ તેમના ડેટિંગ રૂમર્સની તો અવનીત કૌર અને રાઘવ શર્માનું નામ ઘણા વર્ષોથી જોડવામાં આવી રહ્યું છે. જોકે, બંનેએ હંમેશા પોતાના રિલેશનશિપની અફવાઓ પર કોઈ રિએક્ટ કર્યું નથી.

આ પણ વાંચો-રણબીર-આલિયા, વિરાટ-અનુષ્કાના બાળકોનાં નામ છે એકદમ ખાસ! જાણો યુનિક નામોનો સુંદર અર્થ