બોલીવુડ એક્ટર ઇમરાન હાશ્મી 19 વર્ષો પછી એકવાર ફરીથી શિવમના કેરેક્ટરમાં વાપસી કરી રહ્યો છે. વર્ષ 2007 માં આવેલી તેની ફિલ્મ આવારાપનની સિક્વલ આવી રહી છે. 29 જૂનના રોજ મેકર્સે આવારાપન 2નું ટીઝર વીડિયો રિલીઝ કરી દીધું છે, જેમાં એકવાર ફરીથી ઇમરાન શિવમના રોલમાં દર્દ અને તડપમાં નજરે પડી રહ્યો છે.
ઇમરાન હાશમીની 'આવારાપન 2'નું ટીઝર રિલીઝ
ટીઝરની શરૂઆત ઇમરાન હાશ્મીના સીનથી થાય છે, જ્યાં તે બાઇક પર સવાર જોવા મળે છે. આ સીનમાં તેનો ચહેરો તો દેખાતો નથી, માત્ર તેનો અવાજ સંભળાય છે. તે કહે છે, કેટલાક લોકોની સ્ટોરી તેમની મરજીથી ખતમ નથી થતી. તેમની સ્ટોરી બીજા લોકો માટે લખવામાં આવે છે. તે પછી ઇમરાન એક કબર પર જાય છે, જ્યાં નામ લખેલું હોય છે- આલિયા હમીદ. આવારાપનના પહેલા પાર્ટમાં આલિયાનો રોલ એક્ટ્રેસ શ્રિયા સરને ભજવ્યો હતો.
આ 1 મિનિટ 45 સેકન્ડના ટીઝરમાં શું છે ખાસ?
આ 1 મિનિટ 45 સેકન્ડના ટીઝરમાં દર્દ છે, ઇમોશન છે, પ્રેમ છે, ગીતો છે, ડાયલોગ્સ છે અને ફાઇટ સીન પણ. એક સીનમાં ઇમરાન ફાઇટ કરતો નજરે પડે છે, ત્યાં તેનો એક શાનદાર ડાયલોગ છે. તે કહે છે, દર્દ સાથે જૂનો સંબંધ છે મારો… આ વખતે કાં તો આ આવારાપન ખતમ થશે કાં તો હું. તે પછી પ્રખ્યાત ગીત સંભળાય છે, તો ફિર આઓ, મુજકો સતાઓ…
દિશા પાટની અને શબાના આઝમી પણ ફિલ્મમાં
આવારાપન 2 માં દિશા પાટની ફીમેલ લીડ છે. તેની એક નાની ઝલક પણ બતાવવામાં આવી છે. શબાના આઝમી ફિલ્મની મેન વિલન છે. તે પણ થોડી સેકન્ડ માટે ટીઝરમાં દેખાઈ છે, પરંતુ આ ટીઝરનું પૂરું ફોકસ ઇમરાન હાશ્મી પર છે. અગાઉના પાર્ટને મોહિત સૂરીએ ડાયરેક્ટ કર્યો હતો, પરંતુ આ વખતે ડાયરેક્શનની કમાન સંભાળી છે નિતિન કક્કડે.
આવારાપન 2નું ટીઝર ખૂબ જ શાનદાર લાગી રહ્યું છે. એવું જણાઈ રહ્યું છે કે ઇમરાને એકવાર ફરીથી લોકોને મોટા પડદા પર એન્ટરટેઇન કરવા માટે કોઈ મોટી તૈયારી કરી છે. હવે જોવાનું રહેશે કે રિલીઝ પછી આ ફિલ્મ કેવો કમાલ બતાવે છે. 14 ઓગસ્ટના રોજ આ પિક્ચર થિયેટરમાં આવશે.
આ પણ વાંચો-Flop Producer : પહેલી હિટ બાદ સતત ફ્લોપ ફિલ્મો આપતો રહ્યો આ બોલીવુડ પ્રોડ્યુસર, પછી દીકરાએ સંભાળી કમાન