ભારતીય સિનેમામાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને વધુ એક મોટો આઘાત લાગ્યો છે. કોટા શ્રીનિવાસ રાવના નિધન બાદ ફેમસ અભિનેત્રીના નિધનથી શોકની લહેર જોવા મળી રહી છે. તમિલ સિનેમાના દિગ્ગજ અભિનેત્રી બી. સરોજા દેવી હવે આપણી વચ્ચે નથી. તેમણે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. સરોજા દેવીના મૃત્યુથી ઈન્ડસ્ટ્રીને વધુ એક મોટો આઘાત લાગ્યો છે. અભિનેત્રીના પરિવાર અને ફેન્સ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું
બી. સરોજા દેવીએ ફિલ્મી કરિયર દરમિયાન 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. સરોજા દેવીએ 17 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. નાની ઉંમરે ફિલ્મી કરિયર શરૂ કરનારી સરોજાએ ખૂબ મહેનત કરી અને લોકપ્રિયતા મેળવી હતી. સરોજા દેવી સાઉથ સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક હતી.
પહેલી ફિલ્મ 'મહાકવિ કાલિદાસ'
સરોજા દેવીની ફિલ્મ વિશે વાત કરીએ તો, તે પહેલી વાર કન્નડ ફિલ્મ 'મહાકવિ કાલિદાસ' માં દેખાઈ હતી. જોકે, તેણીને 1958માં લોકપ્રિયતા ફિલ્મ 'નાડોદી મનન' માં તેણીની ભૂમિકાની ખૂબ પ્રશંસા થઈ. આ ફિલ્મમાં સરોજાએ એમજી રામચંદ્રન સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. એટલું જ નહીં, સરોજાએ હિન્દી સિનેમામાં પણ કામ કર્યું છે.
સરોજા દેવીએ બોલીવુડમાં પણ કામ કર્યું
સરોજા દેવીએ 1959માં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. સરોજા ફિલ્મ 'પૈગામ'માં દિલીપ કુમાર સાથે જોવા મળી હતી. ત્યાર બાદ તેણે 'બેટી બેટે', 'સસુરાલ', 'પ્યાર કિયા તો ડરના ક્યા' જેવી ફિલ્મોમાં પોતાનું ટેલેન્ટ બતાવ્યું. માત્ર દિલીપ કુમાર જ નહી તેણે સુનીલ દત્ત, શમ્મી કપૂર, રાજ કપૂર જેવા લોકપ્રિય સ્ટાર્સ સાથે પણ કામ કર્યું છે.