ટેલિવિઝન જગતમાં TRPનું લિસ્ટ દર અઠવાડિયે સામે આવે છે જેનાથી તમામ શોનું ભવિષ્ય નક્કી થાય છે. આ અઠવાડિયે ટીઆરપી રેટિંગમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. હંમેશની જેમ અનુપમા નંબર વન પર યથાવત છે. અનુપમામાં આવતા વળાંકો ફેન્સનું મનોરંજન કરતા રહે છે. ફેન્સ હંમેશની જેમ રૂપાલી ગાંગુલીના અનુપમા તરીકેના અભિનયને ખૂબ પસંદ કરી રહ્યા છે.


અનુપમા નંબર 1

આ અઠવાડિયે ટીવી ક્વીન અનુપમાએ પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું. રાહી વર્સિસ અનુપમાના હાઇ-વોલ્ટેજ ડ્રામાએ દર્શકોને તેમની સ્ક્રીન પર જકડી રાખ્યા જેના કારણે શોના રેટિંગમાં નાટકીય ઉછાળો આવ્યો હતો. પરંતુ વાસ્તવિક આઘાત ત્યારે લાગ્યો જ્યારે શો ક્યોંકી સાસ ભી કભી બહુ થી વર્ષો પછી પાછો ફર્યો સીધો બીજા સ્થાને પહોંચી ગયો છે.

તારક મહેતા શો ક્યાં સ્થાને?

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ત્રીજા નંબરે રહે છે. રાજન શાહીનો શો વર્ષોથી ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે. ચાર પેઢીઓ સુધી ફેલાયેલો હોવા છતાં તે ક્યારેય દર્શકોને કંટાળો આપતો નથી. તુમ સે તુમ તક હવે ચોથા નંબરે પહોંચી ગયું છે. તે પહેલા પાંચમા ક્રમે હતું અને હવે ચોથા નંબરે પહોંચી ગયું છે. તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને પાછળ છોડી દીધું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પાંચમા સ્થાને આવી ગયો છે. શોના ટીઆરપીમાં ઘટાડો થયો છે. આ સિટકોમ બીજા સ્થાનેથી પાંચમા સ્થાને આવી ગયો છે.

ટોચના 20 TRP શોની સંપૂર્ણ યાદી

1. અનુપમા

2. ક્યોંકી સાસ ભી કભી બહુ થી

3. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ

4. તુમ સે તુમ તક

5. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

6. ઉડાન કી આશા

7. મંગલ લક્ષ્મી

8. લક્ષ્મી કા સફર

9. બિગ બોસ ૧૯

10. વસુધા

11. શિવ શક્તિ

12. પતિ, પત્ની ઓર પંગા

13. આરતી અંજલિ અવસ્થી

14. મન્નત

15. ઝણક

16. જાને અનજાને હમ મીલે

17. કુમકુમ ભાગ્ય

18. નયનતારા

19. સુપર ડાન્સર

20. મનપંસદ લગ્ન


  • Follow us on: