સની દેઓલ સ્ટારર બંટવારા 1947 સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મની રિલીઝની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે સિનેમાઘરોમાં આવતાની સાથે જ ફેન્સ પણ આ ફિલ્મના દીવાના થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને અલગ અલગ રિવ્યૂ જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટાની જોડીને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. 

શું કહ્યું દર્શકોએ?

બંટવારા 1947ના ટ્રેલર બાદથી જ ફેન્સની આ ફિલ્મને લઈને ઉત્સુકતા વધી ગઈ હતી. ફિલ્મમાં ભારત-પાકિસ્તાનના ભાગલાની વાર્તા બતાવવામાં આવી છે. ફિલ્મ જોયા બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર પોતાના રિવ્યૂ શેર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, બધા દર્શકો બંટવારા 1947ને પૈસા વસૂલ ફિલ્મ કહી રહ્યા છે. સની દેઓલ ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવતા જોવા મળ્યા છે. સિનેમાઘરમાં જોવા માટે આ એકદમ પરફેક્ટ ફિલ્મ છે.
https://x.com/RahulGupta25376/status/2088107881233281275

બીજા યુઝરે લખ્યું, બંટવારા 1947 સની દેઓલની કારકિર્દીની બેસ્ટ ફિલ્મ છે. આ ફિલ્મ ગદર કરતાં પણ ઘણી સારી છે. આ ફિલ્મને 5માંથી 5 રેટિંગ આપવામાં આવે છે. ભારતીય સિનેમાને વધુ એક શાનદાર ફિલ્મ આપવા બદલ આમિર ખાનને ખૂબ ખૂબ અભિનંદન. આ ફિલ્મ ભારતમાં ઓછામાં ઓછા 200 કરોડ રૂપિયાની કમાણી કરશે.
https://x.com/alankar6427/status/2088118222822535248

ત્રીજા યુઝરે લખ્યું, બંટવારા 1947નો પહેલો ભાગ જોરદાર છે. ભાગલા બાદ બતાવવામાં આવેલા રેલવે સ્ટેશનના સીને ઇમોશનલ કરી દીધો. બીજા ભાગમાં પણ સ્ટારકાસ્ટે સારી એક્ટિંગ કરી છે. આ ફિલ્મને 5 સ્ટાર મળે છે.
https://x.com/PrateekSahu25/status/2088108719922086092

ચોથા યુઝરે લખ્યું, શબાના આઝમીએ બંટવારા 1947માં શાનદાર કામ કર્યું છે. 
https://x.com/sangeetsandhya_/status/2088089154852921809

ફિલ્મની સ્ટારકાસ્ટ

બંટવારા 1947માં સની દેઓલ ગદરની જેમ જ ધમાકેદાર ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં સની દેઓલની સાથે પહેલીવાર તેમના દીકરા કરણ દેઓલ પણ તેમની સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે. કરણ દેઓલ અને સની દેઓલની સાથે ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા, કનિકા કપૂર અને શબાના આઝમી પણ મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો-TMKOC : તારક મહેતાના 'બાઘા'એ ખરીદી નવી ચમચમાતી લક્ઝરી કાર! કિંમત જાણીને ચોંકી જશો!